<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

નીતા અંબાણીની સાદ ગીએ ફરી એક વખત જીત્‍યા લોકોના દિલ

સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો લૂક વાઈરલ

મુંબઇ તા.૮: અંબાણી પરિવાર ના લેડી બિગ બોસ નીતા અંબાણી ૬૩ વર્ષેય પોતાની સુંદરતા અને સ્‍ટાઈલથી લોકોના દિલ જિતી લે છે. નીતા અંબાણીને સાડીઓ પહેરવાનો ખૂબ જ શોખ છે અને તે અવારનવાર તેમની સ્‍ટાઈલિંગ પરથી ખ્‍યાલ આવે જ છે. ફરી એક વખત નીતા અંબાણી સાડીઓ પ્રત્‍યેનો તેમનો પ્રેમ એટલો સુંદર રીતે રજૂ કર્યો હતો અને નીતા અંબાણીનો આ સિમ્‍પલ અને સાદગીપૂર્ણ લૂક લોકાના દિલ જિતી રહ્યું છે. આવો જોઈએ આ વખતે શું ખાસ હતું નીતા અંબાણીના લૂકમાં-

સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો લૂક વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ નીતા અંબાણીએ હાલમાં એનએમએસીસીએ યોજાયેલા એક કાર્યક્રમમાં સુંદર સાડી પહેરી હતી. આ સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જાણીતા મનિષ મલ્‍હોત્રાની ડિઝાઈન કરેલી આ સાડી સમર્સ માટે એકદમ પરફેક્‍ટ હતી. આ સાડીના ફેબ્રિકથી લઈને કલર્સ સુધીની તમામ બાબતો એકદમ સમર ફ્રેન્‍ડલી હતા.

આ ઈવેન્‍ટ માટે નીતા અંબાણીએ બ્રાઉન કલરની સાડી પહેરી હતી, જેનું ફેબ્રિક ખૂબ જ હળવું હતું, પરંતુ તેની બોર્ડર પર હેવી સિક્‍વેન્‍સ જોવા મળી હતી. આ સાડીને નીતા અંબાણીએ ખૂબ જ સ્‍ટાઈલિશ મેચિંગ સિક્‍વેન્‍સ થ્રી ફોર્થ સ્‍લીવ્‍ઝવાળા બ્‍લાઉસ સાથે પેયરઅપ કર્યું હતું. નીતા અંબાણીનો આ બ્‍લાઉઝ ઓલમોસ્‍ટ બેકલેસ હતો. આ બ્‍લાઉસમાં ઉપર અને નીચેની તરફ પટ્ટી હતી જેમાં ઉપરની તરફ બ્રાઉન કલરના ટસલ્‍સ લગાવવામાં આવ્‍યા હતા.

નીતા અંબાણીએ તેમના આ લૂક સાથે લેસ ઈઝ મોરનો કોન્‍સેપ્‍ટ ફોલો કર્યો અને મિનિમલ જ્‍વેલરી સાથે પેયર કર્યા હતા. આ સાડી સાથે તેમણે ડાયમંડ સ્‍ટડ ઈયરરિંગ્‍સ, રિંગ અને ઘડિયાળ પહેર્યું હતું. સટલ મેકઅપ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્‍યા હતા. નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો નીતા અંબાણીનો આ વાઈરલ લૂક જોઈ જ લો.(૩૮.૬)

(10:12 AM IST)