<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ટેરિફ વૉર વચ્ચે ચીન ગોલ્ડ રિઝર્વમાં કરે છે જબરો વધારો :જાણો કેમ ?

સતત ચોથા મહિને સોનાનો રિઝર્વ 73.61 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ થઈ ગયો

ચીન સતત સોનાનો મોટાપાયે જથ્થો ભેગો કરી રહ્યું છે અને સતત ચોથા મહિને સોનાનો રિઝર્વ 73.61 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ (Fine Troy Ounces) થઈ ગયો છે, જે ગયા મહિનાના 73.45 મિલિયનથી વધારે થઈ ગયો હતો. શુક્રવારે જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે મધ્યસ્થ બેન્કનું બુલિયન હોલ્ડિંગમાં 0.16 મિલિયન ટ્રોય ઔંસનો વધારો થયો છે.

સતત 18 મહિનાની ખરીદી બાદ પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (PBOC)એ નવેમ્બર મહિનામાં એક્ટિવિટી ફેરથી શરૂઆત કરતાં પહેલા છ મહિના માટે પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવાનું અટકાવી દીધુ હતું.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક મધ્યસ્થ બેંકોએ 2024 માં સતત ત્રીજા વર્ષે 1,000 મેટ્રિક ટનથી વધુ સોનું ખરીદ્યું હતું અને 2025 માં સક્રિય ખરીદદારો રહેવાની અપેક્ષા છે. શુક્રવારે સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે કે ગયા મહિનાના અંતમાં ચીનના સોનાના ભંડારનું મૂલ્ય 208.64 બિલિયન ડોલર હતું, જે જાન્યુઆરીના અંતમાં 206.53 બિલિયન ડોલર હતું.

નિષ્ણાતો કહે છે કે જો વેપાર યુદ્ધ વધુ વધશે, તો ચીન હવે તેના સોનાના ભંડારને ફરીથી ભરવા માટે વધુ ઝડપથી સોનું ખરીદવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં, કિંમતો વધુ વધી શકે છે. અમેરિકાની આયાત જકાતનો ભય, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર સંભવિત અસર અને ફુગાવાની સાથે ભૂ-રાજકીય અનિશ્ચિતતાના કારણે 24 ફેબ્રુઆરીએ સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. વર્ષ 2024માં બુલિયનમાં 27 ટકાનો વધારો થયો, જે 14 વર્ષમાં સૌથી વધુ છે.  

(11:18 PM IST)