News of Friday, 7th March 2025
ગોલ્ડ ETFમાં રૂપિયા 77,000 કરોડની ખરીદીનો 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : આ અહેવાલથી વિશ્વમાં ભારે આશ્ચર્ય સર્જાયું
સૌથી વધારે ખરીદી ઉત્તર અમેરિકાના ગોલ્ડ ETFમાં જોવા મળી જ્યારે 6.8 અબજ ડોલરનો ઈનફ્લો થયો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને ફરી એક વખત વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે સોનામાં હવે શું થઈ રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025માં ગ્લોબલ ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં ભારે રોકાણ જોવા મળ્યું છે.
સમગ્ર મહિનામાં ગોલ્ડ ETFમાં કૂલ 9.4 અબજ ડોલર (આશરે રૂપિયા 77,000 કરોડ)ની ખરીદી થઈ છે. આ ભારે ખરીદીને પગલે છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તે માર્ચ,2022 બાદ સૌથી વધારે ખરીદી થઈ છે. આ ઉપરાંત AI અને ગોલ્ડનું એક કનેક્શન છે.
સમગ્ર વિશ્વને ભારે આશ્ચર્ય થયું છે કે સૌથી વધારે ખરીદી ઉત્તર અમેરિકાના ગોલ્ડ ETFમાં જોવા મળી છે. જ્યારે 6.8 અબજ ડોલરનો ઈનફ્લો થયો છે.
એશિયામાં પણ સોનાની માંગ મજબૂત રહી છે અને 2.3 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. યુરોપમાં રોકાણ પ્રવાહ થોડો ધીમો હતો, પરંતુ કુલ ખરીદી હજુ પણ 151 મિલિયન ડોલર રહી.
આવું કેમ થઈ રહ્યું છે - US ટ્રેઝરી બોન્ડ્સ પરના વળતરમાં ઘટાડો થયો છે, જેના કારણે સોના તરફ વલણ વધ્યું છે.
ડોલરની નબળાઈ: ડોલરની નબળાઈને કારણે સોનામાં રોકાણ પણ વધ્યું.
ભૂરાજકીય તણાવ: અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધ,યુરોપમાં ચૂંટણીની અનિશ્ચિતતા અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓએ સોનાને સલામત સ્વર્ગ સંપત્તિ બનાવી દીધી છે.
શેરબજારમાં ઘટાડો: US શેરબજારમાં કરેક્શનના ભય અને સ્ટેગફ્લેશન (મંદી અને ફુગાવાનું સંયોજન)ના કારણે પણ સોનાની માંગમાં વધારો થયો છે.
હવે ભારતમાં શું થશે- ભારતમાં પણ ગોલ્ડ ETFમાં સારી ખરીદી જોવા મળી. ફેબ્રુઆરીમાં, ભારતીય ગોલ્ડ ETFમાં 220 મિલિયન ડોલર(લગભગ રૂપિયા 1,800 કરોડ)નું રોકાણ મળ્યું. જોકે, જાન્યુઆરીની સરખામણીમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ હજુ પણ રોકાણકારોનો વિશ્વાસ અકબંધ છે.
ચીનમાં સોનાની ભારે માંગ- ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટોકમાં વધારો થવા છતાં સોનાની માંગ મજબૂત રહી. ચીનમાં 'સોનું' શોધનારા લોકોની સંખ્યા 2013 પછી સૌથી વધુ હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકોનો સોના પ્રત્યેનો ઝોક વધી રહ્યો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
