<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જ્‍યારે તેમના પતિ જેલમાં ગયા ત્‍યારે તેમને મુખ્‍યમંત્રી બનાવ્‍યા :નીતિશકુમારે રાબડી દેવી પર કર્યા આકરા પ્રહાર

આરજેડી પર આકરા પ્રહારો કરતા તેમણે પૂછયું કે તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે શું કર્યુ? પહેલા સ્‍ત્રી શિક્ષણની સ્‍થિતિ કેવી હતી?

નવી દિલ્‍હી, તા.૭: બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર ગૃહની અંદર લાલુ પરિવાર પર પ્રહાર કર્યા. વિધાન પરિષદના બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન, તેઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્‍ની અને ભૂતપૂર્વ સીએમ રાબડી દેવી પર ગુસ્‍સે થયા. રાબડી દેવી તરફ ઈશારો કરતા નીતીશે કહયું, ‘જ્‍યારે તેમના પતિ (લાલુ યાદવ) જેલ ગયા, ત્‍યારે તેમણે તેમની પત્‍ની (મુખ્‍યમંત્રી) બનાવી.' ગૃહની અંદર સીએમ નીતિશ અને આરજેડીના મહિલા એમએલસી વચ્‍ચે ઉગ્ર દલીલ થઈ.

શુક્રવારે બિહાર વિધાન પરિષદના પ્રથમ શિફ્‌ટમાં પ્રશ્નકાળ યોજાયો હતો. આ દરમિયાન મુખ્‍યમંત્રી નીતિશ કુમાર અને ગૃહમાં વિપક્ષના નેતા રાબડી દેવી પણ હાજર હતા. જ્‍યારે આરજેડી એમએલસી ઉર્મિલા ઠાકુર મહિલાઓના મુદ્દા પર પ્રશ્નો પૂછી રહયા હતા, ત્‍યારે સીએમ નીતિશ તેમની બેઠક પરથી ઉભા થઈ ગયા. મુખ્‍યમંત્રીએ ગુસ્‍સામાં કહ્‍યું કે અમે મહિલાઓ માટે ઘણું કર્યું છે. વિપક્ષ તરફ ઈશારો કરતા તેમણે કહયું, ‘તેઓ પણ કંઈક જાણે છે.' આ લોકોએ આજ સુધી મહિલાઓ માટે કંઈ કર્યું નથી. આ દરમિયાન નીતીશે રાબડી દેવી પર પણ હુમલો કર્યો.

આરજેડી એમએલસી સુનિલ કુમારે મુખ્‍યમંત્રી નીતિશ કુમારના નિવેદન સામે વાંધો ઉઠાવ્‍યો. તેઓએ સ્‍પીકરને ગૃહની કાર્યવાહીમાંથી તેને દૂર કરવાની માંગણી સાથે વિરોધ કર્યો. જોકે, તેમની માંગણી નકારી કાઢવામાં આવી હતી.

ગયા વિધાનસભામાં રાજ્‍યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્‍તાવ પર ચર્ચા દરમિયાન મુખ્‍યમંત્રી નીતિશ કુમાર તેજસ્‍વી યાદવ પર ગુસ્‍સે થયા હતા. તેમણે વિપક્ષના નેતાને બાળક કહ્‍યા હતા. તેમણે એમ પણ કહયું કે અમે જ તેમના પિતા (લાલુ યાદવ) ને મુખ્‍યમંત્રી બનાવ્‍યા હતા. સીએમ નીતીશે તેજસ્‍વીને એમ પણ કહયું કે લાલુ યાદવ અત્‍યંત પછાત વર્ગને નાબૂદ કરવા જઈ રહયા છે અને તેને ઓબીસીમાં સામેલ કરવા જઈ રહયા છે. અમે આનો વિરોધ કર્યો હતો. આ પછી, અમે અલગ થઈ ગયા.

(4:17 PM IST)