તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે દિવસની મુલાકાતે : સિલ્વાસામાં 2,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો
પ્રધાનમંત્રીએ સિલ્વાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કર્યું : સાંજે પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવશે

સીલવાસા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સિલ્વાસામાં 2,587 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા, ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને જાહેર કલ્યાણકારી પહેલોને પ્રોત્સાહન આપવાનો છે.
પ્રધાનમંત્રીએ સિલ્વાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કર્યું. ૪૬૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ, ૪૫૦ બેડની આ હોસ્પિટલ કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્યસંભાળ સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. તે વિસ્તારના લોકોને, ખાસ કરીને આદિવાસી સમુદાયોને અત્યાધુનિક તબીબી સેવાઓ પૂરી પાડશે.
પ્રધાનમંત્રી આજથી ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે દિવસની મુલાકાતે છે. સાંજે, પ્રધાનમંત્રી સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરવા માટે ગુજરાતનો પ્રવાસ કરશે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
