News of Friday, 7th March 2025
નરેન્દ્રભાઈ મોદી આજે સંઘપ્રદેશ ના સેલવાસ અને સુરત ના આંગણે
મોદીજી ને આવકારવા અનેરો ઉત્સાહ..નવોઢા ની જેમ શણગારાયુ સેલવાઅને સુરત વડાપ્રધાન બન્યા બાદ સેલવાસ ખાતે ચોથી વખત આવતા નરેન્દ્રભાઈ સુરત માં યોજશે ૩ કિમિ લાંબો રોડ- શો નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે જંગી જનમેદની સંબોધશે

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી): વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે બપોરે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા હેલીકોપ્ટર દ્વારા સંઘપ્રદેશ ના સેલવાસ પોહોંચશે અહીં સાયલી માં નમો મેડિકલ કોલેજ નું ઉદ્દ્યાટન કરશે તેમજ જંગી જનસભા સંબોધશે આ ઉપરાંત મોદીજી દીવ અને દમણ સહીત રૂ ૨૫૮૭ કરોડ ના કાર્યો નું ઉદ્દ્યાટન અને ઈ-શિલાન્યાસ કરશે.અહીં ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ આ ચોથી વખત દાદરા નગર હવેલી ની મુલાકાતે આવી રહ્યા છે.
ટચુકડા એવા દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રીને આવકારવા અનેરો થનગનાટ જણાય રહ્યો છે. દુલ્હન ની જેમ સેલ્વાસા ને શણગારવા માં આવ્યું છે. નમો હોસ્પિટલ ના ઉદ્દ્યાટન અને સેકન્ડ ફેઝ ના શિલાન્યાસ ઉપરાંત નરેન્દ્રભાઈ દીવ નું એનેક્સી સર્કિટ હાઉઝ,દમણ નું દેવકા ગાર્ડન અને દમણ ના નાઈટ માર્કેટ નું વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે. પ્રવાસીઓ ને દેવકા ગાર્ડન ખાતે ટ્રોય ટ્રેન ની સવારી નો લ્હાવો મળશે. આવા પ્રોજેક્ટ્સ થી સ્થાનિક નાગરિકો ના જીવનધોરણ માં સુધારો થશે તેમ મનાય છે .
સેલવાસ માં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્રભાઈ હેલીકોપ્ટર દ્વારા સુરત પર્વત પાટિયા ખાતે હેલિપેડ પર ઉતરાણ કરશે. અહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દ્વારા હેલિપેડ થી શરુ કરીને લીંબાયતના નીલગીરી મેદાન સુધી ત્રણ કી.મી નો રોડ શો કરવા માં આવશે ત્યાર બાદ ખુલ્લી જીપ માં સભા મંડપ માં જશે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ જાહેર સભા માં ૧ લાખ થી વધુ ની જનમેદની ઉમટી પડશે તેવી શક્યતા છે અહીં નરેન્દ્રભાઈના હસ્તે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિ કરણ અભિયાન હેઠળ આશરે બે લાખ લાભાર્થીઓ ને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભો નું વિતરણ પણ કરાશે. સુરત માં પણ વડાપ્રધાન ને આવકારવા માં કોઈ કચાશ બાકી રાખી હોઈ તેમ જણાતું નથી રંગરોગાન,ભવ્ય શણગાર અને લાઈટિંગ થી સુરત ઝળહળી ઉઠ્યું છે.લીંબાયત ખાતે જંગી જનમેદની સંબોધ્યા બાદ નરેન્દ્રભાઈ સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને આવતી કાલે સવારે એટલે કે તારીખ આઠમી માર્ચ ના રોજ નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘‘લખપતિ દીદી'' કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી મોદી ઉપસ્થિત રહેશે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
