<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

સંત શિરોમણી શ્રી જલારામબાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્‍દુ સમાજ ભગવાન સ્‍વરૂપ માને છેઃ તેમનું અપમાન કરવાનો કોઇને અધિકાર નથીઃ પરિમલ નથવાણી

ઠેસ પહોંચાડનારે તાત્‍કાલીક ધોરણે વિરપુર જલારામબાપાના મંદીરમાં જઇને પોતાની ભુલ સ્‍વીકારીને માફી માંગવી જોઇએ

રાજકોટ તા.૭: પૂ. જલારામબાપા વિશે સ્‍વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ બફાટ કરા ઠેર-ઠેર રોષ ફાટી નિકળ્‍યો છે. ત્‍યારે લોહાણા સમાજના અગ્રણી તથા રિલાયન્‍સના કોર્પોરેટ એફર્સના ડાયરેકટરશ્રી પરિમલભાઇ નથવાથીએ સોશ્‍યલ મીડીયા પોસ્‍ટ કરી જણાવેલ છે કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્‍દુ સમાજ ભગવાન સ્‍વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્‍યક્‍તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્‍થાને ઠેસ પહોંચાડનારે તાત્‍કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્‍વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.

(2:14 PM IST)