તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
બહેનને ત્યાં લગ્નમાં ૧૩ કરોડનું મામેરૂ ભર્યુ : ૧.૩૧ કરોડ રોકડા, ૮૦ વીઘા જમીન આપી
બે ભાઇઓએ વટ પાડી દીધો

નાગોર, તા.૭: રાજસ્થાનનો નાગોર જિલ્લો હંમેશા મામેરાના કારણે ચર્ચામાં રહેતો હોય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. આ વખતે ચર્ચાનું કારણ લાખો રૂપિયાનું મામેરું નથી. પણ કરોડો રૂપિયાનું મામેરું છે. ભાઈ દ્વારા બહેનના ઘરે ભાણેજના લગ્નમાં આ મામેરું ભરવામાં આવે છે. એટલે કે મામાનો પરિવાર જ્યારે લગ્નમાં આવે છે, તો લગ્નમાં આર્થિક મદદ કરે છે. પણ આ વખતે તો બે ભાઈઓએ મળીને ૧૩.૭૧ કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. જે આખા લગ્નના ખર્ચ કરતા પણ વધારે છે.
આ મામેરું નાગોર જિલ્લાના મેડતા નજીકના ગામ શેખાસનીમાં ભરવામાં આવ્યું હતું. ગાડીઓના કાફલા સાથે આવેલા બે ભાઈઓના પરિવારને જોવા માટે આખું ગામ ટોળે વળ્યું હતું. ગામના લોકોએ આ મામેરાના અત્યાર સુધીમાં સૌથી મોટું મામેરું ગણાવ્યું છે.
મામાએ પોતાના ભાણેજના લગ્નમાં મામેરામાં બંને ભાઈઓએ ૧.૩૧ કરોડ રોકડા રૂપિયાની ભરેલી થાળી, લગભગ દોઢ કરોડના એક કિલો ૬૦૦ ગ્રામ સોનાના ઘરેણાં અને ૧૧ લાખ રૂપિયાના ૫ કિલો ચાંદીના ઘરેણાં. એટલું જ નહીં ૧૦ કરોડ ૨૫ લાખ રૂપિયાની ૮૦ વીઘા જમીન અને મેડતા શહેરમાં ૬ રહેણાંક વિસ્તારમાં પ્લોટ, ૧ બોલેરો તથા ૧ ટેક્ટર ટ્રોલી આપી છે. મામેરામાં ૧૫ લાખ રૂપિયાના કપડાં અને અન્ય ગિફ્ટ આપવામાં આવી છે.
૮૦ વીઘા જમીન ખરીદીને મેડતા ખેતી ઉત્પન્ન બજારના વેપારી ઓમપ્રકાશ તેતરવાલે લોકલ ૧૮ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘‘બંને ભાઈઓએ બહેનને મામેરામાં આપવા માટે તાજેતરમાં ૮૦ વીઘા જમીન ખરીદી હતી. બંને ભાઈઓએ બહેનને મેડતા શહેરના રેણ રોડ, જસનગર રોડ અને બોરુંદા રોડ પર ૬ પ્લોટ પણ આપ્યા છે.'' આ મામેરામાં મેડતા મંડીના વેપારી પણ પહોંચ્યા હતા.
બહેનના બાળકોના લગ્નમાં પિયર પક્ષ તરફથી મામેરું ભરવામાં આવે છે. તેને ભાત પણ કહેવાય છે. આ રસમમાં મોસાળ પક્ષ તરફથી બહેનના બાળકો માટે કપડાં, ઘરેણાં અને અન્ય સામાન આપવામાં આવે છે. તેમાં બહેનના સાસરિયા પક્ષના લોકો માટે કપડાં અને ઘરેણાં પણ હોય છે.(૨૩.૫)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
