તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ભારે કરી :બેન્કમાંથી પરણીત મહિલાએ લોન લીધી :હપ્તાના બદલામાં દિલ દઈ દીધું :બેન્કવાળા સાથે ભાગી ગઈ
બંનેના લગ્નનો એક વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

જમુઈ,તા.૧૩: બિહારના જમુઈ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરણેલી મહિલાએ ઘરેથી ભાગીને બેન્ક કર્મચારી સાથે લગ્ન કરી લીધા હતા. બેન્ક કર્મચારી લોન રિકવર કરવા માટે મહિલાના ઘરે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. છેલ્લા પાંચ મહિનાથી બંને છુપાઈને એકબીજાને મળતા હતા. બંનેના લગ્નનો એક વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મંગળવાર તારીખ ૧૧ ફેબ્રુઆરીની આ ઘટના છે. જમુઈ નગર પરિષદના ત્રિપુરાર સિંહ નદી ઘાટ પર આવેલા બાબા ભૂતેશ્વર નાથ મંદિરમાં જઈને વિવાહિતા મહિલાએ હિન્દુ રીતિ રિવાજ અનુસાર પ્રેમી સાથે લગ્ન કરી લીધા. બેન્ક કર્મચારીની ઓળખાણ જાજલ ગામના રહેવાસી ઉપેન્દ્ર પ્રસાદના દીકરા પવન કુમાર તરીકે થઈ છે. તો વળી મહિલાની ઓળખાણ કર્માંટાંડ ગામની રહેવાસી ઈંદિરા કુમારી તરીકે થઈ છે.
પવન કુમાર ફાઇનાન્સ બેન્કમાં કામ કરતો હતો. વિવાહિતા મહિલા ઈંદિરા કુમારીએ તેમની બેન્કમાંથી લોન લીધી હતી. લોન રિકવરી માટે પવન કુમાર હંમેશા ઈંદિરા કુમારીના ઘરે આવતો જતો રહેતો. આ દરમિયાન ઈંદિરા કુમારી પવન કુમાર પર ફિદા થઈ ગઈ.
ત્યારબાદ બંને વચ્ચે કલાકો સુધી ફોન પર વાતો થતી રહેતી. લગભગ પાંચ મહિના સુધી બંને છુપાઈને એકબીજાને મળતા રહેતા. ચાર ફેબ્રુઆરીના રોજ ઈંદિરા કુમારી પોતાના પતિને છોડીને પવન કુમાર સાથે ફરાર થઈ ગઈ.
કહેવાય છે કે, ઈંદિરા કુમારીના લગ્ન ૨૦૨૨માં થયા હતા. તેનો પતિ દારૂ પીને તેની સાથે હંમેશા મારપીટ કરતો હતો. જેના કારણે બેન્ક કર્મચારીને તેની સાથે ગાઢ દોસ્તી કરી લીધી. અંતે બંનેએ એક થવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ ઈંદિરા કુમારીના પૂર્વ પતિ અને અન્ય પરિવારના લોકોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. હવે આ કેસમાં પોલીસની પણ એન્ટ્રી થઈ ગઈ છે.(૪૦.૫)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
