News of Wednesday, 12th February 2025
મની લોન્ડરિંગ કાયદાનો પણ દહેજ કાયદાની જેમ દુરુપયોગ
MLA કેસ પર જીઝ્રની આકરી ટિપ્પણીઃજસ્ટિસ અભય ઓકે આ કેસમાં EDને ફટકાર લગાવી અને કહ્યું કે ૪૯૮Aની જેમ પીએમએલએનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે

નવી દિલ્હી,તા.૧૨
પીએમએલએના મામલામાં સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે મની લોન્ડરિંગ કાયદાનો પણ દહેજ કાયદાની જેમ દુરુપયોગ થઈ રહ્યો છે. મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓનો ઉપયોગ આરોપીને કાયમ માટે જેલમાં રાખવા માટે કરી શકાતો નથી. જસ્ટિસ અભય ઓકે આ કેસમાં EDને ફટકાર લગાવી અને કહ્યું કે ૪૯૮છની જેમ પીએમએલએનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ દારૃ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપી છત્તીસગઢના ભૂતપૂર્વ આબકારી અધિકારી અરુણ પતિ ત્રિપાઠીને નિયમિત જામીન મંજૂર કર્યા છે, જોકે ત્રિપાઠીને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં કારણ કે તે આર્થિક ગુના વિંગ દ્વારા દાખલ કરાયેલા અન્ય કેસનો સામનો કરી રહ્યો છે.
જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન મસીહની બેન્ચે કહ્યું કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ ની જોગવાઈઓનો ઉપયોગ કોઈને કાયમ માટે જેલમાં રાખવા માટે થઈ શકે નહીં અને કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને પણ ફટકાર લગાવી અને કહ્યું કે ઁMLAનો દહેજ કાયદા ની જેમ દુરુપયોગ થઈ રહ્યો છે.
છેલ્લી સુનાવણી દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, ઈડ્ઢ તરફથી હાજર થઈને, ED દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એજન્સીમાં કંઈક ખોટું છે. કોર્ટે તેને ગંભીર મામલો ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે EDએ મે ૨૦૨૩માં દારૃ કૌભાંડ કેસમાં ત્રિપાઠીની ધરપકડ કરી હતી.આબકારી વિભાગના વરિષ્ઠ અધિકારી ત્રિપાઠીએ છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડના એમડી તરીકે પણ કામ કર્યું હતું.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
