તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 9th February 2025
દિલ્હીની જીત એ પીએમ મોદીના નેતૃત્વ અને ભાજપની નીતિઓમાં વિશ્વાસનો વિજય: રાજનાથસિંહ
27 વર્ષ પછી, દિલ્હીના લોકોએ ભાજપ પર વિશ્વાસ અને આશીર્વાદ આપ્યા

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. લગભગ 27 વર્ષ પછી, ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે.
કણેંદ્રીય મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે 27 વર્ષ પછી, દિલ્હીના લોકોએ ભાજપ પર વિશ્વાસ અને આશીર્વાદ આપ્યા છે. આ માટે હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય એ પીએમ મોદીના નેતૃત્વ અને ભાજપની નીતિઓમાં વિશ્વાસનો વિજય છે.
તેમણે કહ્યું કે લોકોને મોદીજીની વિશ્વસનીયતા અને ભાજપની સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે વિકસિત દિલ્હી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
