તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દક્ષિણ આફ્રિકામાં હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવાનોના મોત: કારમાં આગ લાગવાથી જીવતા ભડથું
ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને દક્ષિણ આફ્રિકામાં સેટલ થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવકનો ટ્રાવેલ્સનો વ્યવસાય હતો: ત્રણ યુવકોને લઇને તે જ્હોનિસબર્ગથી વેન્ડા જતા હતા :પીટર્સબર્ગ પાસે કારનું ટાયર બ્લાસ્ટ થયું

દક્ષિણ આફ્રિકામાં હાઉડસ્પ્રાઇટ નજીક એક અકસ્માતમાં ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે ઘટનાને વિગતે જોઇએ તો ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને દક્ષિણ આફ્રિકામાં સેટલ થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવકનો ટ્રાવેલ્સનો વ્યવસાય હતો.. ભરૂચના ત્રણ યુવકોને લઇને તે જ્હોનિસબર્ગથી વેન્ડા જઇ રહ્યા હતા. દરમ્યાન પીટર્સબર્ગ પાસે કારનું ટાયર બ્લાસ્ટ થયું હતું, જે બાદ કાર પલટી ખાઇ ગઇ હતી અને કારમાં આગ ફાટી નીકળી હતી.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
