News of Saturday, 8th February 2025
ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું મોદીના નેતૃત્વમાં વિકાસની તમામ સુવિધાને દિલ્હીના લોકોએ સ્વીકારી
કેજરીવાલનું એ વચન હતું કે તે દિલ્હીના લોકોને એક સ્વસ્થ અને સારું જીવન આપશે. પરંતુ મોહલ્લા ક્લિનિમાં તાળા લટકતા હતા

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામે તમામ લોકોને ચોકાવી દીધા છે. પરિણામ પછી ભાજપના અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા જણાવી છે અને કેજરીવાલને કેમ હાર મળી છે તે અંગે પણ વાત કરી છે. ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ પણ ભાજપની જીત બદલ દિલ્હીનો આભાર માની કેજરીવાલને લઈને મહત્વની વાત કરી છે.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે તે ભારતીય રાજનીતિમાં આમુલ પરિવર્તન કરવા આવ્યા છે. પરંતુ તે શરાબ કૌભાંડમાં પોતાની જાતને લિપ્ત કરી દીધી. એમણે નરેન્દ્ર મોદીની ગરીબ માટેની આવાશ યોજનામાં અવરોધ ઊભા કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પોતાના માટે શીશ મહેલ બનાવવામાં કોઈ કસર છોડી નહીં.
અરવિંદ કેજરીવાલનું એ વચન હતું કે તે દિલ્હીના લોકોને એક સ્વસ્થ અને સારું જીવન આપશે. પરંતુ મોહલ્લા ક્લિનિમાં તાળા લટકતા હતા. બીજી તરફ નરેન્દ્ર મોદીની આયુષ્યમાન ભારતની યોજનાનો લાભ દેશભરના લોકો લઈ રહ્યા હતા આ લાભથી દિલ્હીના લોકોને અરવિંદ કેજરીવાલે વંચીત રાખ્યા. પોતાની રાજનીતિ માટે અરવિંદ કેજરીવાલે આમા અવરોધ ઊભો કર્યો હતો. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની તમામ સુવિધાને દિલ્હીના લોકોએ સ્વીકારી છે. સારી સરકાર તરફ આ દિલ્હીવાસીઓનું પ્રથમ કદમ છે જે સારું છે. હું તેમનો આભાર માનું છું.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
