<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ભ્રષ્ટાચારનો શીશ મહેલ નાશ પામ્‍યો છે દિલ્‍હીમાં AAPની હાર પર શાહે ટ્‍વીટ કર્યુ

નવી દિલ્‍હી, તા.૮: દિલ્‍હીની જીત પર કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્‍વીટ કર્યું, ‘મોદી દિલ્‍હીના હૃદયમાં.' દિલ્‍હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના શીશ મહેલનો નાશ કરીને દિલ્‍હીને ‘આપ' મુક્‍ત બનાવવાનું કામ કર્યું છે. દિલ્‍હીએ વચન તોડનારાઓને એવો પાઠ ભણાવ્‍યો છે કે તે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બેસાડશે. આ દિલ્‍હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત છે.

(4:06 PM IST)