તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
અમેરિકામાં ૧૦ લોકો સાથેનું વિમાન અલાસ્કામાં ગુમઃ સર્ચ ઓપરેશન

વોશીંગ્ટન તા. ૮: અમેરિકામાં ગુરુવારે ૧૦ લોકોથી ભરેલું બેરિંગ એર વિમાન બપોરે અલાસ્કાના નોમ પાસે અચાનક ગુમ થઈ ગયું હતું. આ વિમાન અલાસ્કાના ઉન્નાલક્લીટ શહેરથી બપોરે ૨:૩૭ વાગ્યે (લોકલ ટાઇમ) ઉડાન ભર્યા બાદ ૩-૧૬ બાદ રડારથી ગુમ થઈ ગયું હતું. આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર ડેટાથી મળી છે. ગુમ વિમાન સેસના ૨૦૮ ગ્રાન્ડ કારવાં હતું, જેમાં એક પાયલટ સહિત કુલ ૧૦ લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, હાલ વિમાનને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે.
અલાસ્કાના સાર્વજનિક સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં સ્થાનિક લોકોની મદદથી તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જોકે, ખરાબ વાતાવરણના કારણે હવાઈ તપાસને હાલ રોકવામાં આવી છે. હાલ ટીમ વિમાનના અંતિમ લોકેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
