તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દિલ્હી મેટ્રો ટ્રેનમાં આસારામના પોસ્ટરોઃ લોકોમાં ભડકયો રોષ

નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોના કોચમાં બળાત્કારના આરોપમાં સજા કાપી રહેલા આસારામ બાપુની તસ્વીર વાળા પોસ્ટરને જોઇને મુસાફરો ભડકી ગયા અને સોશ્યલ મીડીયા પર પોતાનો ગુસ્સો વ્યકત કર્યો. લોકોએ તસવીરો સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરી અને ડીએમઆરસી પાસે આનો જવાબ માંગ્યો હતો. હવે ડીએમઆરસીનો જવાબ પણ આવ્યો છે.
ડીએમઆરસીએ એક એકસ યુઝરને જવાબ આપતા કહયું ડીએમઆરસીએ લાયસન્સ ધારકને તત્કાલ આદેશ આપી દીધા છે કે તેઓ મેટ્રો પરીસરમાંથી આ વિજ્ઞાપનો જેમ બને તેમ જલ્દી હટાવડાવે. આ વિજ્ઞાપનોને હટાવવાની પ્રક્રિયા આજે રાતથી શરૂ થઇ જશે. જો કે સિસ્ટમ માંથી તેમને હટાવવામાં થોડો સમય લાગી શકે છે.
એક સોશ્યલ મીડીયા યુઝર્સે સવાલ કર્યો કે દિલ્હી મેટ્રોમાં રેપીસ્ટ આસારામનો ફોટો લગાવીને શું સાબીત કરી રહી છે. સરકારી જે મેટ્રોમાં રોજ લાખો છોકરીઓ મુસાફરી કરે છે તેમાં એક રેપીસ્ટનો ફોટો કેમ?
આ પોસ્ટર ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પુજન દિવસ બાબતે લગાવવામાં આવ્યું છે. જેમાં સૌથી ઉપર આસારામનો ફોટો છે અને તેમાં લખ્યું છે ‘પુજય સંત આસારામબાપુથી પ્રેરીત' આ પોસ્ટર બાબતે લોકોમાં બહુ નારાજગી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
