<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

દિલ્હીના લોકોએ મોદીજીની ગેરંટીને સ્વિકારી છે: મનોજ તિવારી

તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકોએ જે રીતે મુર્ખામી કરી, લોકોને તકલિફ આપી, ભ્રષ્ટાચાર કર્યો જેનું પરિણામ લોકો આપી રહ્યા છે

નવી દિલ્હી : ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે દિલ્હીમાં શરૂઆતના વલણમાં ભાજપ આગળ છે અને પણ અમે પરિણામોની રાહ જોઈશું; મને લાગે છે કે ટેલી પર હજુ સારું પરિણામ જોવા મળશે.દિલ્હીનો દરેક વર્ગ AAP થી દૂર થઈ ગયો છે. આ ટ્રેન્ડ્સમાં જોઈ શકાય છે. એ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે દિલ્હીના લોકોએ મોદીજીની ગેરંટીને સ્વિકારી છે. આજ ફાઈનલ ટેલી હશે તેવો મને વિશ્વાસ છે.

તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના લોકોએ જે રીતે મુર્ખામી કરી, લોકોને તકલિફ આપી, ભ્રષ્ટાચાર કર્યો જેનું પરિણામ લોકો આપી રહ્યા છે. કોંગ્રેસ પર તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. પણ તેમનું ખાતું ખુલશે એવું મને દેખાઈ રહ્યું નથી.

(12:45 PM IST)