તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ત્રણ ભાઈઓએ બહેનના ઘરે એવું મામેરું લાવ્યા આખું ગામ જોતું રહ્યું
૧ કરોડ ૫૧ લાખ રોકડા, ૨૫ તોલા સોનું લાવ્યા

નાગૌર,તા.૮: રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આખા દેશમાં નાગૌરના મામેરાની ચર્ચા થતી હોય છે. રાજસ્થાનમાં રજવાડા વખતથી જૂની પરંપરા છે કે બહેનના સંતાનના લગ્ન થાય, તો તેમાં ભાઈ પોતાની બહેનને કપડાં અને પૈસા આપે છે. રાજ્યમાં તમામ જગ્યાએ આ પરંપરા છે. પણ નાગૌરનું મામેરુ દર વખતે લોકોને ચોંકાવે છે. હજુ થોડા સમય પહેલા જ એક શિક્ષકે ૨ કરોડનું મામેરુ ભર્યું હતું.
ત્યારે હવે નાગૌરના સાડોકણના રહેવાસી ત્રણ ભાઈઓએ મળીને ભાણેજના લગ્નમાં ૧ કરોડ ૫૧ લાખ રોકડા, ૨૫ તોલા સોનું, ૫ કિલો ચાંદી, ૨ પ્લોટ નાગૌર શહેરમાં આપીને બહેનના ઘરે મામેરું ભર્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યું છે. આ ભાઈઓએ પોતાની બહેનના બાળકોના લગ્નમાં દિલ ખોલીને મામેરું ભર્યું છે. જે બાદ આખા રાજ્યમાં તેની ચર્ચા થઈ રહી છે.
આ મામેરું જિલ્લાના સાડોકણના રહેવાસી હરિનિવાસ ખોજા, દયાલ ખોજા, હરચંદ ખોજાએ ફરદોદમાં રહેતી બહેન બીરજ્યા દેવી, મદનલાલના ઘરે ભર્યું છે. આ લગ્નમાં રાજસ્થાન સરકારના પૂર્વ નાયબ મુખ્ય સચેતક મહેન્દ્ર ચૌધરી, જાયલના પૂર્વ સરપંચ રિધકરણ લામરૌડ, નાગૌરના પૂર્વ જિલ્લા પ્રમુખ સુનીતા ચૌધરી સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
