<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

બાંગ્‍લાદેશમાં ૨૩ હિન્‍દુઓના મોત, ૧૫૨ મંદિરો પર હુમલો

સરકારે બાંગ્‍લાદેશમાં બિન-મુસ્‍લિમો પરના અત્‍યાચારની માહિતી આપી

નવી દિલ્‍હી તા. ૮ : સરકારે શુક્રવારે જણાવ્‍યું કે ઓગસ્‍ટથી અત્‍યાર સુધી બાંગ્‍લાદેશમડાં ૨૩ હિન્‍દુઓના મોત અને હિન્‍દુઓ પર હુમલાની ૧૫૨ ઘટનાઓ સામે આવી છે. વિદેસ રાજ્‍યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં તે પણ કહ્યું કે છેલ્લા બે મહિના (૨૬ નવેમ્‍બર ૨૦૨૪થી ૨૫ જાન્‍યુઆરી ૨૦૨૫ સુધી) દરમિયાન બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ વિરુદ્ધ હુમલાની ૭૬ ઘટનાઓ સામે આવી છે.

૧૫૨ મંદિરો પર હુમલા

તેના જવાબમાં તેમણે કહ્યું કે ઓગસ્‍ટથી અત્‍યાર સુધીમાં બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓના મંદિરો પર હુમલાની ૨૩ ઘટનાઓ અને ૧૫૨ હિન્‍દુઓના મોત થયા છે. મંત્રીએ કહ્યું કે ભારત સરકારે બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને અન્‍ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની નોંધ લીધી છે અને બાંગ્‍લાદેશ સરકાર સાથે તેની ચિંતાઓ શેર કરી છે.

૮૮ ઘટનામાં ૭૦ લોકોની ધરપકડ

સિંહે કહ્યું કે કેન્‍દ્રએ બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને અન્‍ય અલ્‍પસંખ્‍યકો વિરુદ્ધ હિંસાની ઘટનાઓ પર ધ્‍યાન આપ્‍યું છે અને બાંગ્‍લાદેશ સરકારની સાથે પોતાની ચિંતાઓ વ્‍યક્‍ત કરી છે. સિંહે કહ્યું-  વિદેશ સચિવની ૯ ડિસેમ્‍બર ૨૦૨૪ની બાંગ્‍લાદેશ યાત્રા દરમિયાન હિન્‍દુઓ અને અલ્‍પસંખ્‍યકોની સુરક્ષા વિશે ભારતની અપેક્ષાઓ જણાવવામાં આવી હતી. ૧૦ ડિસેમ્‍બર ૨૦૨૪ના બાંગ્‍લાદેશ સરકારે એક પ્રેસ વાર્તામાં જાહેર કર્યું હતું કે બાંગ્‍લાદેશમાં અલ્‍પસંખ્‍યકો વિરુદ્ધ હુમલાથી સંબંધિત ૮૮ મામલામાં ૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ ૧૨૫૪ ઘટનાઓની પુષ્ટિ થઈ હતી.

સરહદ પર પણ તણાવની સ્‍થિતિ

મંત્રીએ પુનરોચ્‍ચાર કર્યો કે લઘુમતીઓ સહિત બાંગ્‍લાદેશના તમામ નાગરિકોના જીવન અને સ્‍વતંત્રતાના રક્ષણની પ્રાથમિક જવાબદારી બાંગ્‍લાદેશ સરકારની છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન લઘુમતીઓને લગતી પરિસ્‍થિતિ પર નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખે છે. ગયા ઓગસ્‍ટમાં નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્‍મદ યુનુસના નેતળત્‍વમાં બાંગ્‍લાદેશમાં રખેવાળ સરકારની રચના બાદ તણાવગ્રસ્‍ત સંબંધોની પળષ્ઠભૂમિ સામે સરહદ પર વિવિધ સ્‍થળોએ વિવાદો થયા છે. ભારતે બાંગ્‍લાદેશમાં હિંદુ લઘુમતીઓને નિશાન બનાવવા પર પણ ચિંતા વ્‍યક્‍ત કરી છે.(૩૮.૪)

(10:40 AM IST)