તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
૪૦ કરોડ શ્રધ્ધાળુઓએ લગાવી સંગમમાં ડૂબકી
ડૂબકી લગાવનારા ભકતોની સંખ્યા ૫૦ કરોડને પાર કરી શકે છે

પ્રયાગરાજ, તા.૮: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવનારા સાધુ, સંતો, ભક્તો અને કલ્પવાસીઓની સંખ્યા ૪૦ કરોડને પાર થઈ ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારે સવાર સુધીમાં ૪૦ કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને માત્ર શુક્રવારે સવારે ૧૦ વાગ્યા સુધી જ ૪૨.૦૭ લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં તાાન કર્યું હતું.
મહા કુંભ મેળાને સમાપ્ત થવામાં હજુ ૧૯ દિવસ બાકી છે અને સરકારનો અંદાજ છે કે ડૂબકી લગાવનારા ભક્તોની સંખ્યા ૫૦ કરોડને પાર કરી શકે છે. ત્રણેય અમૃત તાાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ ભક્તોના જોશ અને ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાંથી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં જિલ્લા વહીવટીતંત્રે ૧૨ ફેબ્રુઆરી સુધી માધ્યમિક શાળાના વર્ગો ઓનલાઈન માધ્યમથી ચલાવવાનું નક્કી કર્યું છે જેથી વિદ્યાર્થીઓને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. નિવેદન અનુસાર, ‘‘મૌની અમાવસ્યા પર મહત્તમ આઠ કરોડ ભક્તોએ ડૂબકી લગાવી હતી, જ્યારે મકરસંક્રાંતિના અવસરે ૩.૫ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું.(૨૩.૩)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
