તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Friday, 7th February 2025
હવે પરાલીને બાળવી નહીં પડે, તેનું ઈધણ બનાવી વાહનમાં વપરાશે
હવે ખેડૂત અન્નદાતા નહી, પરંતુ ઉર્જાદાતા, ઈધણ અને હાઈડ્રોજન દાતા થઈ ગયા

નવીદિલ્હી: દેશમાં સડકોની જાળ બિછાવવાને માટે “હાઈ-વે મૈન” કહેવાતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીને એવા નેતા મનાય છે, જે સમસ્યાઓના સમાધાનને માટે નવા-નવા વિચારો (આઈડિયા) પર કાર્ય કરે છે. હરિયાણા-પંજાબમાં ૨૦૦ લાખ ટન પરાલી સળગાવી દેવામાં આવે છે. તેમાંથી ૨૦ લાખ ટન પરાલીમાંથી સીએનજી નું નિર્માણ થવા લાગ્યું છે. જેથી પરાલીનો ભાવ અઢી હજાર ટન થઈ ગયો છે. પાણીપતમાં એક લાખ લીટર ઇથેનૉલ બની રહ્યું છે, જ્યારે ૭૮ હજાર ટન હવાઈ ઈંધણ પણ તૈયાર થઈ રહ્યું છે. મારો દાવો છે કે, જો બધું સમયસર યોજના બધ્ધ યોગ્ય રીતે ચાલતું રહેશે તો, આવનાર ત્રણ વર્ષોમાં પરાલીને સળગાવી નાખવાનું બંધ થઈ જશે. પરાલીથી બાયોગૈસ, ઈથેનૉલથી લઈને હવાઈ જહાજનું ઈધણણ બનવા લાગ્યું છે. મારું કહેવું છે કે, હવે ખેડૂત અન્નદાતા નહી, પરંતુ ઉર્જાદાતા, ઈધણ અને હાઈડ્રોજન દાતા થઈ ગયા છે. ૨૨ કરોડનું તેલ આયાત થાય છે. જો ઈથેનૉલથી પાંચ લાખ કરોડની આયાત ઓછી થાય તો, તેનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે.
નિતીન ગડકરીએ વધુમા જણાવ્યુ હતુ કે, આજથી પાંચ વર્ષ પહેલા, મે ઈવીની વાત કરી હતી, ત્યારે લોકો મજાકમાં કહેતા, રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ તો શું ગડકરી ધક્કા લગાવવા આવશે. આજે દિલ્હીમાં ત્રીજી-ચોથી લીલા નંબરના પ્લેટ વાળી ગાડીઓ દેખાય છે. બે વર્ષ રાહ જુઓ દિલ્હીમાં ગ્રીન-ગ્રીન ગાડી જોવા મળશે. હું માનું છું કે, હજુ ચાર્જિંગ પોઇન્ટ ઓછા છે, પરંતુ દર મહિને હાઇ-વે પર ઠેર-ઠેર યોગ્ય અંતરે ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વધી રહી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
