તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Friday, 7th February 2025
કેજરીવાલના ઘર બહાર દોઢ કલાક ઊભી રહી ACBની ટીમ
એન્ટી કરપ્શન બ્યૂરો ની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પાંચ સવાલો સાથે એક નોટિસ ફટકારી છેઃ

નવીદિલ્હી,તા.૭
દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયા બાદ આવતીકાલે એટલે કે આઠમી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાનું છે, જોકે તેના એક દિવસ પહેલા ACBની ટીમે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના ઘરે દરોડો પાડ્યો છે, જેના કારણે રાજધાનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ 'હોર્સ ટ્રેડિંગ'નો આક્ષેપ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે, ‘AAPના ધારાસભ્યોને ૧૫-૧૫ કરોડ રૃપિયાની ઑફર કરવામાં આવી અને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.' આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યૂરો ની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પાંચ સવાલો સાથે એક નોટિસ ફટકારી છે.
ACBએ કેજરીવાલને નોટિસ ફટકારી પૂછ્યા આ પાંચ સવાલ
૧. અરવિંદ કેજરીવાલે ૬ ફેબ્રુઆરીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે AAPના ધારાસભ્યોને ૧૫ કરોડ રૃપિયાની ઑફર અપાઈ હોવાનો તેમજ પાર્ટી છોડવા માટે દબાણ કરાયું હોવાનો દાવો કર્યો હતો. આ બાબતને ધ્યાને રાખી છઝ્રમ્એ પહેલો સવાલ કર્યો છે કે, શું અરવિંદ કેજરીવાલ દ્વારા તે પોસ્ટ કરવામાં આવી હતી કે નહીં?
૨. ACBએ તે ૧૬ ધારાસભ્યોની માહિતી માંગી છે, જેમને લાંચની ઑફરનો કૉલ આવ્યો હતો.
૩. ACBએ કેજરીવાલ પાસેથી તે વ્યક્તિની માહિતી માંગી છે, જેણે કથિતરીતે ધારાસભ્યોને લાંચ ઑફર કરવા માટે ફૉન કૉલ્સ કર્યો હતો.
૪. એસીબીએ કેજરીવાલ પાસે પૂરાવા પણ માંગે છે અને નોટિસમાં કહ્યું છે કે, 'તમે અને તમારી પાર્ટીના સભ્યો દ્વારા વિવિધ મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાંચની ઑફર કરાઈ હોવાના દાવો/આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પૂરાવા આપો.'
૫. ટીમે નોટિસમાં કહ્યું છે કે, 'આપ કહો કે, મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી માહિતી ફેલાવનારા લોકો વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે, જે દિલ્હીના લોકોમાં દહેશત અને અશાંતિની સ્થિતિ ઉભી કરવા સમાન છે'
૬. ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના એ તપાસના આદેશ આપ્યા બાદ દિલ્હી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની એક ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી, જ્યાં એસીબીની ટીમ તેમના નિવાસસ્થાન બહાર ઘણો સમય ઉભી રહી હતી. અહેવાલો મુજબ એસીબીની ટીમને ઘરમાં પ્રવેશ અપાયો ન હતો. તેમના ઘર બહાર AAP ના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન એસીબીની ટીમે તેમનો નોટિસ આપી અને પરત ફરી ગઈ છે. એસીબીના અધિકારીઓ દાવા મુદ્દે કેજરીવાલનું નિવેદન નોંધવા ગઈ હતી, પરંતુ તેમનું નિવેદન નોંધી શકાયું નથી.
૭. કેજરીવાલે છ ફેબ્રુઆરીની X પોસ્ટનું શું લખ્યું હતું?
૮. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે છ ફેબ્રુઆરીના રોજ એક્સ પર એક પોસ્ટ કરી આક્ષેપ કર્યો હતો કે, 'કેટલીક એજન્સીઓ (એક્ઝિટ પોલ) દેખાડી રહી છે કે, ગાલી ગલોજ પાર્ટી (ભાજપ) ૫૫થી વધુ બેઠક જીતવાની છે. છેલ્લા બે કલાકમાં અમારા ૧૬ ઉમેદવારોને ફોન આવ્યો છે કે, તમે AAP છોડી તેમની પાર્ટીમાં સામેલ થઈ જાવ, મંત્રી બનાવી દઈશું અને દરેકને ૧૫-૧૫ કરોડ રૃપિયા આપીશું.'
૯. તેમણે પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે, 'જો તેમની પાર્ટી ૫૫થી વધુ બેઠકો જીતવાની હોય તો અમારા ઉમેદવારોને ફોન કરવાની કેમ જરૃર પડી? સ્વાભાવિક રીતે જ કેટલાક ઉમેદવારોને તોડવા માટે આ બનાવટી સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ અમારો એકપણ ઉમેદવાર તૂટશે નહીં.'
એસીબીની ટીમ આજે કેજરીવાલના ઘર બહાર ઉભી હતી. તે જ સમયે પૂર્વ મુખ્યમંત્રીએ એક ટ્વિટ કર્યું, જેમાં એસીબીની કાર્યવાહીની કોઈ વાત ન હતી, પરંતુ તેઓએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે, 'અમે ચૂંટણી પંચને અનેક વિનંતી કરી, છતાં તેઓએ ફોર્મ ૧૭C અને દરેક વિધાનસભામાં પ્રત્યેક બૂથ પર પડેલા મતની સંખ્યા અપલોડ કરવાનો ઈક્નાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ એક વેબસાઈટ બનાવી છે - http://transparentelections.in. તેના પર અમારા તમામ વિધાનસભાના તમામ ફોર્મ ૧૭C અપલોટ કરાયા છે. આ ફોર્મમાં તમામ બૂથ પર પડેલા વોટોની સંપૂર્ણ માહિતી છે. તમામ મતદારો સુધી માહિતી પહોંચી શકે, તે માટે અમે આખો દિવસ તમામ વિધાનસભા અને બૂથનો ડેટા નાખતા રહીશું. આ કામગીરી એવી છે, જે ચૂંટણી પંચે પારદર્શિતાના હિતમાં કરવી જોઈતી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ તેઓ આવી કામગીરી કરી રહ્યા નથી. AAPના સાંસદ સંજય સિંહે દરોડા મુદ્દે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે મીડિયા સમક્ષ વાતચીતમાં કહ્યું કે, 'ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ હંમેશા અન્ય પાર્ટીઓને તોડવામાં વિશ્વાસ રાખે છે. ભાજપે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અરૃણાચલ પ્રદેશમાં સરકાર પાડી હતી. શું અમને તેમની પાસેથી સર્ટિફિકેટ જોઈએ કે, તેઓ બેઈમાન છે કે નહીં. અમે આ મુદ્દે ફરિયાદ કરી છે અને તપાસની માંગ કરી છે. અમે આક્ષેપ કર્યા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા ઉપરાજ્યપાલ પાસે ગયા અને તેમણે એસીને એક પત્ર લખ્યો છે. મેં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસ કરવા માંગ કરી છે. મેં તોએને તે નંબર આપ્યો છે, જેમાં AAP નેતા મુકેશ કુમાર અહલાવતનો સંપર્ક કરવામાં આવ્યો હતો.'
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
