તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Friday, 7th February 2025
પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, ચાર લોકોના મોત નિપજ્યા
ભાજપે કરી NIA તપાસની માગઃઈજાગ્રસ્તોને કલ્યાણીના જેએનએમ હોસ્પિટલમાં દાખલ કરાયા

કોલકાતા, તા.૭
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કલ્યાણી વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં શુક્રવારે (૭ ફેબ્રુઆરી) બપોરે ભયંકર વિસ્ફોટ થયો, જેમાં ચાર લોકોના મોત થઈ ગયા. વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ, જેમાં આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. અધિકારીઓના અનુસાર, વિસ્ફોટ બાદ ઘટના સ્થળે બચાવ દળની ટીમ પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૃ કરી દીધું.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને કલ્યાણીના જેએનએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, વિસ્ફોટમાં આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ અને ચાર લોકોના મોત થયા. કલ્યાણીથી ભાજપના ધારાસભ્ય અંબિકા રાયે આરોપ લગાવ્યો કે, તંત્રની મદદગારીથી મોટી વસ્તીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અહીં ફટાકડા ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
તેમણે કહ્યું કે, આ દુઃખદ ઘટનામાં ચાર મહિલાઓ અને એક બાળક સહિત પાંચ લોકો માર્યા ગયા છે.
આ પ્રકારની અનેક ઘટનાઓ બની રહી છે. અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ મળ્યા હતા. શું એ શક્ય છે કે પોલીસને આ વાતની માહિતી ન હતી કે અહીં મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ રાખેલા હતા? મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. આ ઘટનાની NIA તપાસની માગ કરું છું. અમે આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવીશું.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
