<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રેસ્ટોરન્ટમાં રંગરેલિયા મનાવી રહેલા યુવક-યુવતીની ધરપકડ

ફિરોઝાબાદના ટૂંડલા વિસ્તારની ઘટનાઃપોલીસે ત્રણ યુવતીઓ સહિત ૧૧ યુવકોને પકડી લીધા છ:ઘટનાસ્થળને કલેક્ટરે સીલ કરાવી દીધું હતું

ઉત્તર પ્રદેશ,તા.૭

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના ટૂંડલા વિસ્તારમાં હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાં જવાન યુવક-યુવતીઓની ભીડ રહેતી હતી. લોકોએ શંકા ગઈ તો પોલીસને સૂચના આપી દીધી. એસડીએમ, સીઓ અને ટીડીઓ પોલીસ ફોર્સ સાથે રેસ્ટોરન્ટમાં આવી પહોંચ્યા. પોલીસે જેવો રૃમનો દરવાજો ખોલ્યો, સામેનો નજારો જોઈ અધિકારીઓ ચોંકી ગયા. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો. ફિરોઝાબાદ હાઈવે પર ટૂંડલા વિસ્તારમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાં રંગરેલિયા મનાવી રહેલા યુવક-યુવતીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણ યુવતીઓ સહિત ૧૧ યુવકોને પકડી લીધા છે. ઘટનાસ્થળને કલેક્ટરે સીલ કરાવી દીધું છે. તો વળી યુવતીઓને ચેતવણી આપતા છોડી મૂકવામાં આવી છે. સીઓ વિનિત કુમારને ઉસાયનીમાં આવેલા મિસ્ટર શિવમ રેસ્ટોરન્ટમાં અમુક યુવક-યુવતીઓ હોવાની સૂચના મળી હતી. તેમણે પોલીસ સાથે દરોડા પાડ્યા. હોટલના અલગ-અલગ રૃમમાં પોલીસે ત્રણ યુવતી અને આઠ યુવકને વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા. આ ઘટના બાદ એસડીએમ અને ટીડીઓ પણ આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલી યુવતીઓને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા છે. તેની સાથે જ રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યો છે. સીઓ વિનિત કુમારે જણાવ્યું કે, પકડાયેલા યુવકો વિરુદ્ધ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવાના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ટૂંડલા વિસ્તારની મોટા ભાગના હોટલોમાં કલાકના હિસાબથી રૃમ ભાડે આપવામાં આવે છે. એટલું જ નહીં, હોટલના માલિકો ૨૦૦૦-૩૦૦૦ રૃપિયામાં દેહવ્યાપારનો ધંધો પણ કરાવતા હોય છે. આ વિસ્તારમાં પહેલા પણ વિદેશી યુવતીઓ પકડાઈ ચૂકી છે.

 આગ્રા સહિત અન્ય શહેરોથી લોકો અહીં રૃમ ભાડે રાખીને મજા કરતા હોય છે. એસડીએમ ગજેન્દ્ર પાલે જણાવ્યું કે, અહીં અશ્લીલ પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણકારી મળી હતી. સૂચના મળતા સીઓ સાહેબ અને ટીડીઓએ મળીને આ કાર્યવાહી કરી છે. રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ પાસે કોઈ લાયસન્સ નથી. કેસ નોંધી લેવામાં આવ્યો છે.

(9:43 PM IST)