<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ:હવે અધિકારીઓ અમેરિકામાં પ્રવેશી નહીં શકે

આ પ્રતિબંધો ICC દ્વારા અમેરિકાના નાગરિકો અને તેના સહયોગી દેશોની તપાસ સામે લગાવવામાં આવ્યા

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પ્રતિબંધ લાદતો છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો ICC દ્વારા અમેરિકાના નાગરિકો અને તેના સહયોગી દેશોની તપાસ સામે લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધો હેઠળ, ICC અધિકારીઓ સામે હવેથી યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે, તેઓએ એક ખતરનાક દાખલો બેસાડ્યો છે.

(9:26 PM IST)