<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

અદાણી પરિવારની અનુકરણીય પહેલ :પુત્ર જીતના લગ્ન પ્રસંગ નિમિતે રુ.10,000 કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી

જીત અદાણી હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી બેલ્વેડેર ક્લબ ખાતે સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયા

ભારતના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન થયા છે. આ લગ્નની પહેલી તસવીર સામે આવી છે. જીત અદાણીએ હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે આજે બપોરે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી બેલ્વેડેર ક્લબ ખાતે સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયા હતા. 

   ગૌતમ અદાણીએ ગયા મહિને મહા કુંભ મેળાની મુલાકાત વેળા કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન સાદગી અને પરંપરાગત રીત રસમ અનુસાર કરવામાં આવશે. એ સમયના પોતાના કહેણને વળગી રહેવા સાથે પુત્ર જીત અદાણીના લગ્ન એક ભવ્ય અને અદભૂત જશ્નની જેમ ઉજવાશે તેવી તમામ અફવાઓ અને અટકળોનો અંત લાવી દેતા આ અબજોપતિઉદ્યોગપતિએ પોતાના પારિવારિક લગ્નસરાને ઝાકમઝોળથી અળગો તો રાખ્યો છે પણ ’બહુજન હિતાય, બહુજન સુખાય’ના ધ્યેય સાથે રુ.10,000 કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી એક અનુકરણીય ચીલો ચાતર્યો છે.

   વિશ્વના સૌથી ધનિક વ્યક્તિત્વોમાંના એક પરિવારમાં ઉજવાતા આ લગ્નની વિશિષ્ટ 'પહેરામણી'ને વિવિધ સામાજિક કાર્યોમાં સેવાના અજવાળા પાથરવા માટે કરવામાં આવશે. સેવા સાધના હે સેવા પ્રાર્થના હૈ ઔર સેવા હી પરમાત્મા હૈ ની ગૌતમ અદાણીની અંગત ફિલોસોફીની જન કલ્યાણની સૂચિમાં તેમની આ વિશાળ સખાવત મારફત સામાજિક દર્શનને આકાર આપવામાં આવ્યો છે એમ તેમના નજીકના અંગત સૂત્રોએ જણાવ્યું હતું. તેમની આ સખાવતનો શિરમોર ભાગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટા પાયે માળખાગત પહેલોને ભંડોળના યોગદાનથી માણેકસ્થંભ રોપવા સમાન એક સુદ્રઢ તાકાત પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા છે.

આ ક્ષેત્રોમાં આગામી પદાર્પણ આમ આદમીને પરવડે તેવી વિશ્વ કક્ષાની અસ્પતાલો અને મેડિકલ કોલેજો, પોષાય તેવી ફી સાથેની ટોપ-ટાયર K -12 શાળાઓ અને રોજગારીની બાંહેધરી સાથેના અદ્યતન વૈશ્વિક કૌશલ્ય એકેડેમીના નેટવર્કમાં સમાજના તમામ સમૂહોને ઉપલબ્ધ બની રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ ટ્વીટમાં તેણે તેમની પુત્રવધૂને દીકરી દિવા તરીકે સંબોધન કર્યું છે. પરિવારના અંતરંગ વર્તુળોના કહેવા મુજબ, આ લગ્ન એક સાદો પર્વોત્સવ રહ્યો હતો. જેમાં પારંપારિક ધાર્મિક વિધિઓ બાદ રુઢીગત ગુજરાતી સમારોહમાં નજીકના સગા સંબંધીઓ અને પારિવારિક મિત્રોએ જ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો. રાજકીય નેતાઓ, વેપાર ઉદ્યોગના અગ્રણીઓ,રાજદ્વારીઓ,ઉચ્ચ અધિકારીઓ,ફિલ્મ સ્ટાર્સ, મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ કે અન્ય હસ્તીઓની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી.

હાલમાં જીત અદાણી છ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકોનું સંચાલન કરતી કંપની અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. નવી મુંબઇમાં નિર્માણાધિન સાતમા એરપોર્ટની કામગીરી તે સંભાળે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સનો જીત અદાણી પૂર્વ વિદ્યાર્થી છે. પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્યાંગ યુગલોને પોતાના આવાસે નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું.

ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવ પરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરુપ થવા માટેના કાર્યક્રમ ‘મંગલ સેવા’ની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી 500 દિવ્યાંગ દરેક મહિલાઓને રુ.10 લાખની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવશે. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ X ઉપર પોતાના હૈયાનો હરખ વ્યકતા કરતા લખ્યું છે કે તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતના પ્રથમ અધ્યાયનો ઉઘાડ એક સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા છે.

તેમના નાના પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કર્યું કે
પરમપિતા ભગવાનના આશીર્વાદથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.
આ લગ્ન આજે અમદાવાદમાં પ્રિયજનોની હાજરીમાં  પરંપરાગત રીતિ રિવાજો અને શુભ મંગળ ભાવ સાથે સંપન્ન થયા આ એક નાનો અને અત્યંત પ્રાઇવેટ વ્યક્તિગત સમારોહ હતો, તેથી અમે ઈચ્છીએ છીએ કે બધા શુભચિંતકો ને આમંત્રિત કરી શક્યો નથી,જેના કારણે હું ક્ષમાપ્રાર્થી છું
હું  દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી હૃદયપૂર્વકનો પ્રેમ અને આશીર્વાદની અપેક્ષા કરું છું.

રસપ્રદ વાત એ છે કે, ટ્વીટમાં તેણે પોતાની પુત્રવધૂને “દીકરી દિવા” કહીને સંબોધી હતી. આજે બપોરે અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલા બેલ્વેડેર ક્લબમાં, જીત અદાણીએ હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ બાદ પરંપરાગત ગુજરાતી સમારોહમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા.
લગ્નના બે દિવસ પહેલા, ગૌતમ અદાણીએ 'મંગલ સેવા' નામનો કાર્યક્રમ જાહેર કર્યો, જે નવી પરિણીત અપંગ મહિલાઓને ટેકો આપવા માટે એક કાર્યક્રમ છે. શરૂઆતમાં દર વર્ષે આવી 500 મહિલાઓને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જીત અદાણીએ આ પહેલ શરૂ કરવા માટે 21 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓ અને તેમના પતિઓને મળ્યા. અદાણી ગ્રુપના ચેરમેને X  પર ખુશી વ્યક્ત કરી કે જીત અને દિવા એક પ્રામાણિક સંકલ્પ સાથે તેમની યાત્રાના પ્રથમ પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે:
https://x.com/gautam_adani/status/1887088216131375172

21 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્રના લગ્ન "સેલિબ્રિટીઓનો મહાકુંભ" હશે જેમ કે વ્યાપકપણે અનુમાન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ચોક્કસપણે નહીં. અમે સામાન્ય લોકોની જેમ છીએ. જીત અહીં મા ગંગાના આશીર્વાદ લેવા આવ્યા હતા. તેમના લગ્ન સરળ અને પરંપરાગત રીતે થશે."
ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્નના દિવસે "સેવા ઓવર સેલ્ફ" ના ઉદાહરણરૂપ વર્તનથી એક ઉદાહરણ બેસાડ્યું છે. સામાજિક કાર્યોને ટેકો આપવાનું પસંદ કરીને, તેમણે વ્યક્તિગત સીમાચિહ્નોની ઉજવણીના સારને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે, એક વિચારશીલ, સમુદાય-કેન્દ્રિત અભિગમ રજૂ કરીને જે સંપત્તિના જાહેર પ્રદર્શનથી આગળ વધીને પ્રભાવ બનાવે છે.

(10:23 PM IST)