News of Sunday, 2nd February 2025
સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર 13 દિવસ મૌન ઉપવાસ પર
લોરેન્સ જેલના અધિકારીઓ સાથે ઈશારાથી જ વાતચીત કરી રહ્યો છે: જ્યારે પણ તેઓ મૌન ઉપવાસ કરે છે ત્યારે કોઈ મોટું કૌભાંડ થાય છે

અમદાવાદ: સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર મૌન ઉપવાસ પર છે. સૂત્રો પાસેથી મળતી માહિતી લોરેન્સ બિશ્નોઈ દર મંગળવાર સિવાય 9 દિવસ 9 રાતે ઉપવાસ કરે છે. લોરેન્સ બિશ્નોઈ 9 દિવસ માટે મૌન ઉપવાસ કરે છે. આ દરમિયાન તે કોઈની સાથે વાત પણ કરતો નથી. કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ ગયા શુક્રવારથી મૌન ઉપવાસ પર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેણે 9 રાત સુધી મૌન વ્રત રાખ્યું છે. તેઓ 12મી ફેબ્રુઆરીએ ઉપવાસ તોડશે. લોરેન્સનો જન્મદિવસ પણ આ દિવસે જ હોય છે, એટલે કે આ વખતે તે 13 દિવસ માટે મૌન ઉપવાસ પર છે.
બાબા સિદ્દીકી હત્યા કેસના કાવતરામાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈને ચાર્જશીટમાં આરોપી બનાવ્યો ન હોવા છતાં, આ હત્યા કેસ પછી અમદાવાદની સાબરમતી જેલમાં તેના પર ઘણી કડકતા નજર રાખવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા નાદિર શાહની દિલ્હીના ગ્રેટર કૈલાશમાં હત્યા કરવામાં આવી હતી તે હત્યાની તપાસમાં બહાર આવ્યું હતું કે લોરેન્સ સાબરમતી જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો અને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, આ સંપૂર્ણ રીતે સાબિત થઈ શક્યું નથી.
હાલમાં જેલમાં મૌન ઉપવાસ દરમિયાન લોરેન્સ જેલના અધિકારીઓ સાથે ઈશારાથી જ વાતચીત કરી રહ્યો છે. પરંતુ જ્યારે પણ લોરેન્સ મૌન ઉપવાસ કરે છે ત્યારે કોઈ મોટું કૌભાંડ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ બિશ્નોઈ મૌન ઉપવાસ કરે છે ત્યારે તેની ગેંગ કોઈ મોટો ગુનો આચરે છે. આ સમયગાળા દરમિયાન બિશ્નોઈ કોઈની સાથે વાત કરતો ન હતો. આ ઉપરાંત, તેણે ખોરાક પણ લીધો ન હતો. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ બિશ્નોઈ મૌન ઉપવાસ કરે છે ત્યારે તેની ટોળકી કોઈ મોટો ગુનો કરે છે.
સાબરમતી જેલના અધિકારી સાથે ખાસ વાતચીત
લોરેન્સ બિશ્નોઈના મૌન અંગે tv 13 ગુજરાતીએ સાબરમતી જેલના સિનિયલ જેલર આશિષ વકીલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોરેન્સ સામાન્ય રીતે પૂજા પાઠ કરતો હોય છે તે રીતે મોન રહીને પૂજા પાઠ કરી રહ્યો છે. સાથે તે જેલ પ્રશાસનની અને ગુજરાત ATS ના જાપ્તામાં કેદ છે. તેના ઉપર CCTV કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત લોરેન્સ બિશ્નોઈને ખાસ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તેને આ બેરેકના એગ સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની સાથે અન્ય કોઈ કેદી નથી. સામાન્ય રીતે આવા સેલમાં આતંકવાદ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખતરનાક કેદીઓને જ રાખવામાં આવ્યું છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
