News of Thursday, 30th January 2025
મધ્યપ્રદેશ : પન્ના સિમેન્ટ પ્લાન્ટમાં સ્લેબ પડતા ૨ કામદારોના મોત : ૫૦ને ઇજા
પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે

પન્ના, તા.૩૦: મધ્યપ્રદેશના પન્નામાં સિમેન્ટ પ્લાન્ટના યુનિટમાં સ્લેબ પડવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતનો સ્લેબ નાખવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સેન્ટરિંગ તૂટી પડવાથી બે કામદારોના મોત થયા હતા અને ૫૦થી વધુ ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેક્ટરીની અંદર પ્રવેશ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ કાટમાળ નીચે ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.
કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહત કામગીરી કરવામાં આવી રહી છે. કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર છે, જો કે ઘાયલ કામદારોને હજુ સુધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી. તે જ સમયે, કાટમાળ નીચે દટાયેલા ઘણા મજૂરોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેક્ટરીની અંદર પ્રવેશ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ કાટમાળ નીચે ફસાયેલા કામદારોને બચાવવામાં વ્યસ્ત છે. જો કે, મળતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી વહીવટી રીતે પુષ્ટિ મળી નથી. વહીવટીતંત્ર અકસ્માતનું કારણ શોધવામાં વ્યસ્ત છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
