તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
પ્રયાગરાજમા મહા કુંભ મેળામાં ટેન્ટ સિટીમાં ફરી ભીષણ આગ લાગતા લોકોમા દોડધામ : ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો : જુઓ વિડિઓ
શ્રદ્ધાળુઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા : આગમાં કેટલાય ટેન્ટ બળી ગયા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી

પ્રયાગરાજ તા.૩૦ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભમાં નાસભાગ બાદ ફરી આગ ફાટી નીકળી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં મોટી આગ લાગી છે. ગુરુવારે મહાકુંભના સેક્ટર 22માં નાસભાગ મચી ગઈ હતી અને અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રદ્ધાળુઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મહાકુંભનો સેક્ટર 22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુંસીના નાગેશ્વર ઘાટની વચ્ચે આવેલો છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે કોઈ ભક્ત તંબુની અંદર નહોતા. આગમાં કેટલાય ટેન્ટ બળી ગયા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભક્તોના તંબુ સળગતા જોવા મળે છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
