તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
યુએસ આર્મીના હેલિકોપ્ટર સાથે પ્લેન અથડાયું:બંને નદીમાં પડ્યા : અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળ્યા : મૃત્યુઆંક વધવાની ભીતિ
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે અથડામણ:વિમાનમાં 64 મુસાફરો સવાર હતા: પ્લેન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઈન્સનું વિમાન યુએસ આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. દુર્ઘટના બાદ મુસાફરોથી ભરેલું પ્લેન અને હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં પડી ગયા હતા.
આ પછી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ઓપરેશન દરમિયાન નદીમાંથી 19 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આશંકા છે કે મૃત્યુઆંક આનાથી વધુ વધી શકે છે. હાલ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વિમાનમાં લગભગ 65 મુસાફરો સવાર હતા.
દુર્ઘટનાને પગલે રીગન નેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. આ પ્લેન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. તે કેનેડિયન એરનું વિમાન હતું. યુએસ આર્મીનું હેલિકોપ્ટર બ્લેકહોક (H-60) હતું. પ્લેન ક્રેશ થયા બાદ પોટોમેક નદીમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં જોવા મળે છે કે રીગન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન કેવી રીતે હેલિકોપ્ટર સાથે અથડાયું. દરમિયાન આ ઘટના બાદ તમામ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ પ્લેન આગનો ગોળો બની ગયું હતું.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ ઘટનાને લઈને ટ્વિટર પર પોસ્ટ કર્યું છે, તેમણે કહ્યું કે, 'અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, અત્યારે શ્રેષ્ઠની આશા છે.' .
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
