તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
પહાડોમાં હિમવર્ષાનો પંજાબ, હરીયાણા, દિલ્હી, રાજસ્થાન, અરૂણાચલ, તામીલનાડુમાં વરસાદ પડશે

નવી દિલ્હીઃ સ્કાયમેટના વર્તારા મુજબ પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે, જેના કારણે આજથી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે. ૧ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના ઉત્તરી જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે, જયારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ છૂટાછવાયા ઝરમર વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા થશે. આગામી ૨૪ કલાક પછી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે, જયારે કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં લદ્યુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
