તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ઈન્ડિગોએ પ્રયાગરાજની ફ્લાઇટ્સ માટે 30થી 50 ટકા ભાડામાં ઘટાડો કર્યો :સરકારે કરી હતી આપીલ
એર ઈન્ડિયાએ પોતાની સેવાઓ વધારી:હવે મુંબઈથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી:દિલ્હીથી બીજી ફ્લાઇટ પણ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

નવી દિલ્હી :મહાકુંભના કારણે પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાડામાં વધારો થયો છે. દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એરલાઇન્સને વાજબી ભાડા જાળવી રાખવા વિનંતી કરી હતી. આ પછી દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ પ્રયાગરાજની ફ્લાઈટના ભાડામાં 30 થી 50 ટકાનો ઘટાડો કર્યો છે.
મંત્રી પ્રધાન પ્રહલાદ જોશીએ પ્રયાગરાજની ફ્લાઈટના ભાડા ખૂબ ઊંચા છે. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA)ને ભાડા ઘટાડવા માટે પગલાં લેવા વિનંતી કરી હતી. મહા કુંભને કારણે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, હવાઈ ભાડામાં ભારે વધારો થયો હતો અને ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સને ભાડા ઘટાડવા માટે કહ્યું હતું. જેના કારણે ઈન્ડિગોએ ભાડામાં ઘટાડો કર્યો છે.
આજે ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ અને અન્ય અધિકારીઓ એરલાઇન્સના પ્રતિનિધિઓને મળ્યા અને પ્રયાગરાજની ફ્લાઇટ્સનાં ભાડાં અંગે ચર્ચા કરી અને મહાકુંભ દરમિયાન વાજબી ભાડાં જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. આ પછી ઈન્ડિગોએ પ્રયાગરાજ માટે તેની ફ્લાઈટના ભાડામાં 30 થી 50 ટકાનો ઘટાડો કર્યો. ઉદાહરણ તરીકે, અગાઉ દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટનું ભાડું 21,000 રૂપિયા સુધી હતું. પરંતુ હવે તે 13,500 આસપાસ છે.
સાથે જ એર ઈન્ડિયાએ પણ પોતાની સેવાઓ વધારી છે. તેણે હવે મુંબઈથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી છે અને દિલ્હીથી બીજી ફ્લાઇટ પણ 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, જે મુસાફરીને વધુ સરળ બનાવશે. સરકારે કહ્યું કે પ્રયાગરાજ માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને શહેર હવે 26 અન્ય શહેરો સાથે જોડાયેલું છે. મહા કુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 26 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
