તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ઉબેર બાદ હવે Zeptoની કમાલથી યુઝર્સ વિફર્યા :વસ્તુના ભાવ એન્ડ્રોઈડ કરતા આઈફોનમાં વધારે !!
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી :અડધા કિલો કેપ્સીકમના ભાવે સનસનાટી મચાવી

નવી દિલ્હી :આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ સામે આવી છે, જેણે દરેક વ્યક્તિને અસમંજસમાં મૂકી દીધી છે. પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે, Zepto અલગ-અલગ યુઝર્સને અલગ-અલગ કિંમતે સામાન વેચી રહ્યું છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કહી રહ્યા છે કે, આ તે વળી શું? એક દુકાનમાં બે ભાવ કેવી રીતે હોઈ શકે?
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે. જ્યાં અડધા કિલો કેપ્સીકમના ભાવે સનસનાટી મચાવી દીધી છે. હવે થયું એવું કે, Zepto એપ પર કેપ્સિકમની કિંમત રૂ. 21 એ પણ એન્ડ્રોઇડ ફોન પર અને iPhone પર કેપ્સિકમની કિંમત રૂ. 107 છે. બસ આ કિંમત જોતાં જ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, એક જ જગ્યાએ એક જ વસ્તુ મોંઘી કેવી રીતે વેચી શકાય? આ પોસ્ટ વાઈરલ થયા બાદ લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે, બે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે, પહેલો સ્ક્રીનશોટ એન્ડ્રોઇડ ફોનનો છે અને બીજો સ્ક્રીનશોટ આઇફોનનો છે. હવે, જ્યારે અડધો કિલો કેપ્સિકમની કિંમત એન્ડ્રોઇડ પર રૂ. 21 છે, ત્યારે આઇફોન પર એ જ કેપ્સીકમની કિંમત રૂ. 107 જોવા મળી રહી છે.
આ તસવીર જોયા બાદ લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, 'ભાઈ, કિંમતમાં આટલો મોટો તફાવત કેવી રીતે હોઈ શકે?' જ્યારે બીજાએ લખ્યું, 'ભાઈ, આ તો લૂંટ મચાવી રાખી છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જો આ રીતે કિંમતમાં ફરક હશે તો ઓનલાઈન ધંધો કેમનો ચાલશે.' આ સિવાય બીજા પણ ઘણા લોકોએ આ અંગે કોમેન્ટ કરીને પોતાના ફીડબેક આપ્યા છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
