<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ઘરકામ કરનારાઓના અધિકારોના રક્ષણ માટે કાયદા બનાવવા જોઈએ

કેન્‍દ્રને સમિતિ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્‍હી, તા.૨૯: સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને ઘરેલુ કામદારોના અધિકારોના રક્ષણ માટે કાનૂની પગલાં સૂચવવા કહયું છે. આ માટે એક સમિતિની રચના કરવી જોઈએ. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે સમિતિને છ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્‍યું છે.

સુપ્રીમ કોર્ટે ઘરેલુ કામદારોના અધિકારોનું રક્ષણ અને નિયમન કરવા માટે કાયદો ઘડવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને ઘરેલુ કામદારોના નિયમન અને સુરક્ષા માટે કાનૂની પગલાં સૂચવવા કહ્‍યું છે. આ માટે એક સમિતિની રચના કરવી જોઈએ. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે સમિતિને છ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવ્‍યું છે. કોર્ટે કેન્‍દ્ર સરકારને સમિતિની ભલામણ બાદ ટૂંક સમયમાં કાયદો બનાવવાનો પ્રયાસ કરવા જણાવ્‍યું છે.

ઘરેલુ કામદારો સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે ન્‍યાયાધીશ સૂર્યકાંત અને ન્‍યાયાધીશ ઉજ્જવલ ભુઇયાની ડિવિઝન બેન્‍ચે શ્રમ અને રોજગાર મંત્રાલય અને સંબંધિત મંત્રાલયોને નિર્દેશો જારી કર્યા. સુપ્રીમ કોર્ટે કહયું કે ઘરેલું કામદારો એક આવશ્‍યક કાર્યબળ છે અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કોઈ કાયદો નથી.(૨૩.૨૭)

(3:49 PM IST)