<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

૧૦૦ કે ૨૦૦ કરોડ : કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટની ત્રણ દિવસની કમાણી જાણી ચોંકી જશો

હાઇ ડિમાન્‍ડના કારણે કુલ કમાણી લગભગ ૪૦૦ કરોડ થઇ :કોલ્‍ડપ્‍લેના આ ત્રણ શોમાં લગભગ ૧.૫ લાખ ટિકિટ વેચાઈ હતી : ટિકિટોની કિંમત ૨૫૦૦થી લઈને ૩૫,૦૦૦ સુધી હતી

મુંબઈ, તા.૨૯: આજકાલ ભારતમાં અને તેમાય ખાસ કરીને અમદાવાદમાં કોલ્‍ડપ્‍લેની ધૂમ ચાલી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં કોલ્‍ડપ્‍લે કોન્‍સર્ટ આયોજીત થયો હતો. આ અગાઉ ૧૮, ૧૯ અને ૨૧ જાન્‍યુઆરીના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્‍ટેડિયમમાં આયોજીત થયેલા આ શાનદાર ત્રણ રાતે લાખો લોકોના દિલ જીતી લીધા, સાથે જ તેણે ભારતીય સંગીતના ઇતિહાસમાં કમાણીનો પણ નવો રેકોર્ડ બનાવી દીધો.

કોલ્‍ડપ્‍લેના આ ત્રણ શોમાં લગભગ ૧.૫ લાખ ટિકિટ વેચાઈ હતી. ટિકિટોની કિંમત ૨૫૦૦થી લઈને ૩૫,૦૦૦ સુધી હતી. આઉટલુકના એક રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, હાઈ ડિમાન્‍ડના કારણે કુલ કમાણી લગભગ ૪૦૦ કરોડ થઈ. આ કમાણી ફક્‍ત ભારતમાં આયોજીત એક કોન્‍સર્ટ માટે ઐતિહાસિક માનવામાં આવે છે.

રાજ્‍ય સરકારને શું મળ્‍યું?

કોન્‍સર્ટ્‍સથી રાજ્‍ય સરકારને પણ જબરદસ્‍ત ફાયદો થયો. ટિકિટો પર લાગતા જીએસટી અને મનોરંજન કરથી સરકારને લગભગ ૭૨ કરોડની કમાણી થઈ. આ પૈસા રાજ્‍યની આર્થિક વ્‍યવસ્‍થામાં યોગદાન આપશે.

કોલ્‍ડપ્‍લેના આ કોન્‍સર્ટથી મોટો નફો થયો. બેન્‍ડને સામાન્‍ય પણે કુલ ટિકિટના વેચાણનો ૩૦-૫૦ ટકા ભાગ મળે છે. જો ૪૦ ટકા ભાગીદાર માનીએ તો કોલ્‍ડપ્‍લેને ૧૬૦ કરોડની કમાણી કરી.

આ ઇવેન્‍ટના આયોજકોએ પણ પોતાની ભાગીદારીથી મોટો નફો કમાયા. આયોજકોને ટિકિટ વેચાણના ૨૦-૩૦ ટકા મળે છે જો તેને ૨૫ ટકા માનીએ તો, તેમની કમાણી લગભગ ૧૦૦ કરોડ રૂપિયા થાય.

કોને કેટલા મળ્‍યા ?

રાજ્‍ય સરકાર- ૭૨ કરોડ કોલ્‍ડપ્‍લે- ૧૬૦ કરોડ આયોજક- ૧૦૦ કરોડ

કેમ ખાસ હતો આ કોન્‍સર્ટ?

પહેલી વાર ભારતમાં કોઈ બેન્‍ડને આટલી મોટી કમાણી થઈ. મ્‍યુઝિક લવર્સ માટે આ ત્રણ રાતો એક સપના જેવો અનુભવ હતો. મુંબઈના ડીવાય પાટિલ સ્‍ટેડિયમ દર્શકોથી ભરેલું હતું.(૨૩.૧૪)

 

 

(2:40 PM IST)