News of Wednesday, 29th January 2025
અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સને પરત લાવવા ડોનાલ્ડ ટ્રમ્પે માંગી એલન મસ્કની મદદ
એલન મસ્કે એ ખાતરી આપી છે કે તેઓ માટે તેમની મદદ કરશે: પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન પણ સાધ્યું

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલાક મહિનાઓથી અવકાશમાં ફસાયેલી છે. હવે તેમની મદદ માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્ક (Elon Musk) પાસે મદદ માંગી છે. ઉલ્લેખનીય છે સુનીતા વિલિયમ્સ જૂન 2024 થી અંતરિક્ષ સ્ટેશન પર છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને જલ્દીથી ધરતી પર પરત લાવવા માટે તેમના બે બોઈંગ સ્ટારલાઈનરની સુવિધા આપવા માટે જણાવ્યું છે અને એલન મસ્કે એ ખાતરી આપી છે કે તેઓ માટે તેમની મદદ કરશે.
સ્પેસએક્સના સીઈઓએ એવો પણ દાવો કર્યો છે કે આ ભયાનક છે કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન તંત્ર દ્વારા તેમને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આટલા લાંબા સમય માટે છોડી દેવામાં આવ્યા.
બુચ વિસ્મોર અને સુનીતા વિલિયમ્સ જૂન 2024 માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં આઈએસએસ માટે રવાના થયા હતા. આ મિશન 10 દિવસ માટે હતું, જો કે ટેકનિકલ કારણોસર બોઈંગને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. અંતરિક્ષ સ્ટેશન પહોંચ્યા બાદ અંતરિક્ષ યાનમાં સમસ્યાઓને સમજવા માટે અઠવાડિયા સુધી કામ કર્યું.
છેલ્લે એ નિર્ણય લેવામાં આવ્યો કે આ બોંઈગ સ્ટારલાઈનર દ્વારા પરત ફરવું મુશ્કેલ છે. ત્યારબાદ ઓગસ્ટ 2024માં સ્પેસ એજન્સીએ જાહેરાત કરી કે તેણે SpaceX ને SpaceX ક્રુ-9 કેપ્સ્યૂલ પર વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવામાં આવશે. તેમાં બે અવકાશયાત્રીઓને મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ પરત ફરતી વખતે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવી શકે. તેથી તેઓએ પૃથ્વી પર પાછા ફરવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
