News of Wednesday, 29th January 2025
ઘરેલુ LPG ગેસ સિલિન્ડરમાં ઘટાડો થવાની શક્યતા
બજેટ - ૨૦૨૪

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં આઠમું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ વખતના બજેટમાં નાણાપ્રધાન મધ્યમ વર્ગને રાહત આપે એવી વકી છે, જેમાં ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતો ઘટવાની અપેક્ષા છે. ઓઇલ મંત્રાલયે સરકારથી ન્ભ્ઞ્ સબસિડી માટે રૂ. ૪૦,૦૦૦ કરોડની ફાળવણીની માગ કરી છે.
જો સરકાર આ માગ સ્વીકારશે તો IOC, BPCL અને HPCL જેવી ઓઇલ કંપનીઓનું થતા નુકસાનની ભરપાઈ કરી શકાશે. એનાથી ઘરેલુ ગ્રાહકોને LPG સિલિન્ડરની કિંમતોમાં રાહત મળવાની સંભાવના છે.
હાલના સમયમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતો આશરે રૂ. ૮૦૦થી વધુ છે. જો બજેટમાં સબસિડી વધરવામાં આવશે તો આમ જનતાને મોંઘવારીથી રાહત મળવાની શક્યતા છે. આમ જનતાને અપેક્ષા છે કે બજેટ ૨૦૨૫માં LPG સિલિન્ડરોની કિંમતોમાં ઘટાડવા માટે નક્કર પગલાં લેવામાં આવશે.
દેશનાં વિવિધ શહેરમાં ઘરેલુ LPG ગેસ સિલિન્ડરોની કિંમત આશરે રૂ.૧૦૦૦થી વધુ છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
