તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
એલવીશ યાદવ ફરી વખત મુશ્કેલીમાં : નોઈડા રેવ પાર્ટી કેસમાં સાક્ષીને ધમકી આપવા બદલ FIR
એડિશનલ સિવિલ જજ પ્રતિભાએ કેસ નોંધાવા આદેશ આપ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો

મુંબઈ :યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડા રેવ પાર્ટી કેસમાં સાક્ષીને ધમકી આપવા બદલ FIR નોંધવામાં આવી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. એડિશનલ સિવિલ જજ પ્રતિભાએ 24 જાન્યુઆરીએ નોંધવાનો આદેશ આપ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસના સાક્ષી સૌરભ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે 10 મે, 2024ના રોજ એલ્વિશ યાદવ અને તેને ટેકો આપતા ઘણા લોકો કારમાં આવ્યા હતા . આ તમામ લોકો રાજ નગર એક્સટેન્શનમાં આવેલી સૌરભ ગુપ્તાની સોસાયટીમાં આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી. ગુપ્તાએ દાવો કર્યો હતો કે તેણે આ અંગે નંદગ્રામ પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ FIR નોંધવામાં આવી ન હતી. આ પછી તેણે કોર્ટમાં અરજી દાખલ કરીને કેસ નોંધવાની માંગ કરી હતી.
સૌરભના ભાઈએ પોતે જ રેવ પાર્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૌરભે આરોપ લગાવ્યો હતો કે નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો ત્યારથી એલ્વિશ યાદવ બંને ભાઈઓ અને તેમના પરિવારના સભ્યો સામે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. એલ્વિશ તેને અને તેના ભાઈને ખોટા કેસમાં ફસાવવા અથવા અકસ્માત સર્જીને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે એલ્વિશ યાદવ અમને સોશિયલ મીડિયા દ્વારા સતત ધમકીઓ આપી રહ્યા છે. નંદગ્રામ પોલીસ સ્ટેશનના એસએચઓ ધરમપાલ સિંહે મંગળવારે પીટીઆઈને જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
