News of Tuesday, 28th January 2025
દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર પ્લેનમાં આગ લાગી : 169 મુસાફરો સવાર હતા
ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગવાથી નુકસાન: પ્લેન હોંગકોંગ જવાની તૈયારી કરી રહ્યું હતું.

દક્ષિણ કોરિયાની એર બુસાન એરલાઇનના એરબસ પ્લેનમાં મંગળવારે ગિમ્હે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગવાથી નુકસાન થયું હતું. પ્લેન હોંગકોંગ જવાની તૈયારી કરી રહ્યું હતું. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 169 મુસાફરો અને સાત ક્રૂ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, એક મુસાફરને નાની-મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિમાનના પાછળના ભાગમાં આગ ફાટી નીકળી હતી.
જીવલેણ હવાઈ દુર્ઘટનાના એક મહિના બાદ આ ઘટના બની છે. તે અકસ્માતમાં, બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન મુઆન એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું, જેમાં મોટાભાગના લોકો માર્યા ગયા હતા.
એર બુસાન દક્ષિણ કોરિયાની એશિયાના એરલાઇન્સનો ભાગ છે, જેને કોરિયન એર ડિસેમ્બરમાં ખરીદી હતી. એરક્રાફ્ટ એરબસ A321 મોડલ હતું અને એરબસે ઘટનાની જાણ કરી છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
