તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
મધરાત્રે કઠુઆમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો : ગોળીબાર :સેના દ્વારા સર્ચ ઓપરેશન યથાવત
હુમલો કર્યા બાદ આતંકીઓ ભાગી ગયા: આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે શરૂઆતમાં હુમલો કર્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા. આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાત્રિના એક વાગ્યે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. તેના જવાબમાં બંને પક્ષો વચ્ચે લગભગ અડધો કલાક સામસામે ગોળીબાર થયો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. આતંકીઓની સંખ્યા લગભગ ત્રણ હતી. તેઓ જંગલમાં ભાગી ગયા છે. સેનાના જવાનો દ્વારા તેમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
શુક્રવારે સુરક્ષા દળોએ ધનુ પરોલ અને સચૈરના જંગલોમાં શંકાસ્પદ હિલચાલ બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જંગલમાં ધુમ્મસના કારણે સર્ચ ઓપરેશનમાં અડચણ આવી રહી છે. વિસ્તારમાં એલર્ટ જારી છે. આ ઓપરેશનમાં સીઆરપીએફ, પોલીસ, એસઓજી અને સેનાના જવાનો પણ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે ગઈ કાલે પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે VVIP મુવમેન્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. એડીજીપી આનંદ જૈન અને પોલીસ એધિકારીઓએ જિલ્લાના સરહદી વિસ્તારો અને ચોકીઓની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવા સૂચનાઓ આપી હતી
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
