News of Saturday, 25th January 2025
૨૦ વર્ષના છોકરાએ ૭૮ વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો

મુંબઈ, તા.૨૫: મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ વર્ષના છોકરાએ ૭૮ વર્ષની વળદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા બહાર આવી છે. પીડિત પરિવારના નિવેદનના આધારે પોલીસે આરોપી પ્રકાશ મૌર્યની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ ૬૪(૧) અને ૩૩૨(B) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વળદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલી રહેતી હતી. ઘરમાં સીસીટીવી કેમેરા લગાવેલો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, વળદ્ધ મહિલા ડિમેન્શિયા અને યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાઈ રહી છે. આરોપી તેના ઘરમાં ઘૂસી ગયો અને જ્યારે તે સૂતી હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો.
આ પહેલા મુંબઈમાં પણ ૨૦ વર્ષની છોકરી પર કથિત બળાત્કારનો કેસ નોંધાયો હતો. એક ઓટો રિક્ષા ચાલક પર આનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે ઓટો-રિક્ષા ચાલક વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત હતી.
મુંબઈ પોલીસના ડીસીપી (ઝોન ૧૨) સ્મિતા પાટીલે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે ઓટો-રિક્ષા ચાલક વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, ઓટો ડ્રાઈવરે વસઈ વિસ્તારમાં ૨૦ વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને મુંબઈના રામ મંદિર વિસ્તારમાં બેભાન હાલતમાં છોડી દીધી હતી
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
