તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ નુકસાનઃ રામા
મોદીજીએ વિશ્વમાં ભારતની આગવી ઇમેજ બનીઃ બાઇડેન નીતિથી અમેરિકામાં ઘુસણખોરો ઘુસ્યા... ગરીબી-ગુન્હાખોરીના દ્રશ્યોઃ ઇકોનોમી ખલાશઃ ટ્રમ્પ શાસન આશાસ્પદ ગુજરાતીઓ લીગલી અમેરિકા આવેઃ અમેરિકી જીવન કઠીન, કામ કરો તો જ ભોજન મળેઃ ભારત સોૈથી સલામત દેશઃ આમ પી. રામાએ પોતાના પુત્રોને ભારતમાં અભ્યાસ કરાવ્યો

રાજકોટઃ અમેરિકી હોટલમાં છવાયેલા ગુજરાતી આર.પી.રામા તાજેતરમાં ‘ અકિલા' ની મુલાકાતે આવ્યા હતા. તેઓ વિવિધ વિષયોના ખૂબ અભ્યાસુ છે. ચાર દાયકાના અનુભવો અને અભ્યાસના આધારે તેઓએ જણાવ્યું હતું કે, બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ જ નુકસાન થયું છે. ઇકોનોમી ખલાસ જેવી થઇ ગઇ છે. ફૂગાવો વધ્યો છે. ઉપરાંત ઉદારનીતિના કારણે અમેરિકામાં ૫૦ થી ૭૦ લાખ લોકો ગેરકાયદેઘુસી ગયા છે. મોટાભાગના ઘુસણખોરો માર્ગો પર રહે છે. નોકરી શોધવા ભટકે છે. ગંદકી ફેલાવે છે અને ગુન્હાખોરી આચરે છે. આ કારણે અમેરિકાની ઇમેજ બગડી છે. શ્રી રામ કહે છે કે, ભારતની ઇમેજ વિશ્વમાં અનોખી બની છે, જે મોદીજીના નેતૃત્વના કારણે શકય બન્યું છે. નરેન્દ્રભાઇ વર્લ્ડ લીડર તરીકે ઉભર્યા છે. આધ્યાત્મિક શ્રી અરવિંદે આગાહી કરી હતી કે ભારતમાં આધ્યાત્મિક બળ ધરાવતું નેતૃત્વ ઉભરશે, જે વિશ્વને પ્રભાવિત કરશે. મોદીજીમાં આવા દર્શન થાય છે. ટ્રમ્પ શાસન અંગે આર.પી.રામાએ જણાવ્યું હતું કે, ઘુસણખોરો પ્રત્યેની નીતિ અનિવાર્ય છે. અમેરિકાના હિતમાં છે, પણ આ નીતિથી વિવાદો થશે. ટ્રમ્પની પ્રથમ ટ્રપમાં ઇકોનોમી સારી રીતે ચાલી હતી. પ્રોત્સાહન ખૂબ હતું. બીજી ટર્મમાં પણ આવી અપેક્ષા છે. ઉપરાંત ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણ પણ સહયોગી રહે અને બંને દેશને લાભ થાય તેવી આશા છે. આર.પી. રામાએ જણાવ્યું હતું. કે, ભારતીયો-ગુજરાતીઓને અમેરિકા પ્રત્યે આકર્ષણ રહે છે, પણ હું સ્પષ્ટ કહું છું કે, લીગલી સ્વરૂપે જ અમેરિકા જાવ. ત્યાં જઇને પણ સંઘર્ષની માનસિકતા રાખજો. કારકિર્દી ઘડવી અઘરી છે. કામ કરે તેને જ ખાવા મળે એવી સ્થિતિ છે. અનુભવ અને સ્થિતિના આધારે કહું છું કે, ભારત સોૈથી સલામત દેશ છે. મે મારા બાળકો સંજય અને હિરેનને ભારતમાં શિક્ષણ લેવડાવ્યું છે. મારા જીવનસાથી દક્ષાને સહમત કરીને બાળકોને ભારત ભણવા મોકલ્યા હતા.
ભારતમાં સામાન્ય પરિવારોને પણ નોકર-ચાકરની સુવિધા મળે છે. અમેરિકામાં આજે પણ મારા ઘેર રસોઇયા કે કામવાળા નથી, બધું જાતે કરવું પડે છે, તેમ જણાવીને આર.પી.એ કહયું હતું કે, સંઘર્ષ કરીને આગળ ધપવાની તૈયારી હોય તો લીગલી અમેરિકા જવાનું વિચારજો. આર.પી. રામા અને તેનો પરિવાર આધ્યાત્મિક શકિતઓ પર ભરોસો કરે છે. તેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના અનુયાયી છે. અને નિયમિત ધ્યાન કરે છે. આર.પી. કહે છે. કે, તન-મન અને ભાવનાત્મકત સ્વાસ્થ્ય માટે ધ્યાન ઉત્તમ અને જરૂરી છે.
નવા અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વિશે લોકો શું માને છે? આખા વિશ્વમાં સુરક્ષીત દેશ ભારત છેઃ આર.પી.રામા
આર.પી.રામાએ જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ અમેરિકાના પ્રમુખ હતા. એ વખતે તેમણે બહુ સારી ઇકોનોમી ચલાવી. વ્યવસાય માટે ટેક્સના ઘણા ફાયદા પણ કર્યા જેનાથી તમામ વ્યવસાયની ઘણી પ્રગતિ થઇ. પણ કોવિડ દરમિયાન તેમની ખોટી અફવા ઉડાડવામાં આવી પરિણામે બાઇડન અમેરિકામાં ચૂંટાયા. ટ્રમ્પે કહેલું કે કોવિડ ખતરનાક બીમારી નથી તેનો ફાયદો અન્ય લોકોએ ઉઠાવ્યો. બાઇડનના આવવાથી અમેરિકાની ઇકોનોમી ખલાસ થઇ ગઇ.
બહારના લોકો ગેરકાયદે અમેરિકામાં ઘુસી ગયા. એ બધાને હોટલના રૂમ, ખાવા-પીવાનું મફત આપતા ફુગાવો વધી ગયો. ટેક્સ આપતા લોકોને પૈસે તે ઘુસણખોરોને લાભ મળી ગયો. કહેવાય છે કે, ૫૦ થી ૭૦ લાખ લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસ્યા. કેલિફોર્નિયા, શીકાગો, ન્યુયોર્ક કેવા ડેમોક્રેટિક રાજ્યોમાં તેઓ ઘુસ્યા. બાઇડનના રાજ્યો બધા સેઇફ હેવન સ્ટેટ્સ કહેવાયા. અહિં બધા ધંધાઓ બંધ થઇ ગયા. હવે ટ્રમ્પ આવ્યા છે તેઓના કહેવા મુજબ બધા જ ગેરકાયદે લોકોને કાઢી મુકવાના છે. જેનાથી વિવાદો ઘણા થશે. ટ્રમ્પે ગ્રીન કાર્ડવાળાને લાવવા જોઇએ જેથી તેઓ ટેક્સ ભરતા થશે જેનાથી અમેરિકાને ફાયદો થશે. હવે અમેરિકા જે વર્ચશ્વ ધરાવતું હતુ તે પાછુ લાવવાનું ધ્યેય છે. ટ્રમ્પના આવવાથી ભારતને ફાયદો છે. ટ્રમ્પને ભારત પ્રત્યે ખુબ સહાનુભૂતિ છે. તેમને નરેન્દ્રભાઇ મોદી ખુબ ગમે છે કારણ બંનેની ફિલોસોફિ અને થિયરી સરખી છે. આર.પી રામા કહે છે આખા વિશ્વમાં સુરક્ષીત દેશ ભારત છે. બધુ આઉટ સોર્સીંગ કામ ભારત કરે છે. બધી ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુશન અને બેન્કોનું બેક ઓફિસ ભારતમાં છે. બધાના સર્વર ભારતમાં છે. બધાના ડેટા સેન્ટર પણ અહિંયા છે. જોકે ભારતની રહેણી કરણી મુજબ અમેરિકામાં રહેવું અશકય છે.
શ્રી અરબિંદો આશ્રમ અને માતાજીના અનુયાયી છે આર.પી.રામા
વ્યવસાય ક્ષેત્રે આટલી ઉંચાઇ પર પહોંચ્યા પછી પણ આર.પી.રામા ખુબજ નમ્ર છે. તેઓ કહે છે હું શ્રી અરબિંદો આશ્રમ અને શ્રી માતાજીના અનુયાયી છે. તેમનો આખો પરિવાર તેમના અનુયાયી છે. માતાજીએ એવું કહેલું છે કે ‘લેટ યોર લાઇફ બી યુઝફુલ' એટલે કે તમારા જીવનને ઉપયોગી થવા દો. આના પરથી મે મારા જીવનમાં મીશન બનાવ્યું છે કે બીજાના અનુભવોથી મને જે નોલેજ મળ્યું છે, ઘણા છોકરાઓ, યુવાનો પાસેથી હું શીખ્યો છુ. એ લોકોને પણ ખબર નથી કે તે મારા શિક્ષક છે. મને મળેલા એ જ્ઞાન અને અનુભવો મારે સ્મશાને નથી લઇ જવા. મારી અહિં જ મુકી જવા છે. આર.પી.રામા દરરોજ ધ્યાન પણ કરે છે. ધ્યાન ધરવાથી મગજ શાંત થાય તોજ તમારાથી કામમાં એકાગ્રતા કેળવાય.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
