તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
આર.પી. રામાએ સફાઇથી માંડી હોટલના દરેક કામ જાતે કર્યા..!: હોટલ વ્યવસાય ક્ષેત્રે આર.પી. રામાએ અનેક ડિગ્રી અને સન્માન મેળવ્યા છે

અમેરિકા અને ભારત સહિત મેરીયટ, કોટયાર્ડ સહિત નામી હોટલ્સ ધરાવનાર આર.પી. રામાએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. આજે ૩૨ થી વધુ હોટલના માલિક છે પણ શરૂઆતમાં હોટલમાં સફાઇ થી લઇ અનેક કામો જાતે કર્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, અમારો બધાનો ભણવાનો ખર્ચો આફ્રિકાથી પિતાજી મોકલતા તેમને શિક્ષણનું બહુ હતું તેમને પોતાને માટે ગાડી પોસાય તો પણ નહોતી લીધી. જ્યારે હું હોટલના વ્યવસાયમાં જોડાયો ત્યારે શરૂમાં હોટલના રૂમ સાફ કરવા, ઇન્સપેક્શન કરવું, ઇલેક્ટ્રીકલ, એરકંડીશનર રીપેર, પ્લમ્બીંગ કરતા શીખ્યો, લોન્ડ્રી કઇ રીતે કરવી વગેરે હોટલના સ્ટાફ જે કામ કરે તે તમામ કામ મે જાતે કર્યા. એ ઉપરાંત હોટલના બેક ઓફિસમાં કામ શિખ્યો જેમાં પગાર કઇ રીતે કરવો, બીલ કઇ રીતે બનાવવા, ટેક્સ ભરવાનો વગેરે શિખ્યો. છ મહિના બાદ મને ૧૨૩ રૂમની મોટલ ખરીદી મેનેજરની જવાબદારી આપી. અનેક પડકારો અને મુશ્કેલીઓ બાદ મારા ચાર ભાઇઓ અને પિતા સાથે હોટલ વ્યવસાયમાં આગળ વધ્યા. તેઓ કહે છે મારો એક જ ધ્યેય જે હું બધાને કહેતો કે તમે જે કંઇ પણ કામ કરો તેમ માનવાનું કે તે ભગવાન માટે કરો છો. તો એ કામ સચોટતાથી થાય. ટૂંકમાં હોટલ્સના માલિક બનતા પહેલા આર.પી.રામાએ સફાઇ થી માંડી હોટલના દરેક કામ જાતે કર્યા છે.
હોટલ વ્યવસાય ક્ષેત્રે આર.પી. રામાએ અનેક ડિગ્રી અને સન્માન મેળવ્યા છે
રમણપ્રભુ રામાના કાર્ય અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વિકાસ પરના પ્રભાવની પ્રશંસામાં તેમને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ધ HFTP પેરાગોન એવોર્ડ, ધ HFTP હોલ ઓફ ફેમ, ધ AAHOA ફેમિલી હોટેલિયર ઓફ ધ યર અને ધ મોસ્ટ વેલ્યુએબલ CIO-CHTA એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે. તેમણે હોટલ મેનેજમેન્ટની પરીક્ષાઓ આપી સર્ટીફિકેટ પણ મેળવ્યા છે. નોંધનીય છે કે, CHA એમેરિટસ દ્વારા તેમને અમેરિકન હોટેલ અને લોજિંગ એસોસિએશનના મહત્વપૂર્ણ હોદ્દાઓમાંનું એક સ્ટેટસ અપાયું છે જે વિશ્વમાં માત્ર ૩૬ લોકો પાસે જ છે! આ ઉપરાંત ટેકનોલોજીમાં પણ તેમણે સર્ટીફિકેશન મેળવ્યા છે. CHTP સર્ટીફાઇ હોસ્પીટાલિટી ટેકનોલોજી પ્રોફેશનલ ની ડિગ્રી પણ તેઓએ મેળવી છે. ત્યાર બાદ હોસ્પીટાલીટીની સાથે હોટલ એકાઉન્ટીંગ માટે પણ ડિગ્રી મેળવી. હોટલ એકાઉન્ટીંગ બહુ જુદુ હોય છે કારણ તેમાં ડિપાર્ટમેન્ટ પ્રમાણે નફો-નુક્સાન જોવાના હોય છે. તેની પરીક્ષા આપી સફળતા મેળવી CHAE ની ડિગ્રી મેળવી. વધુમાં HFTP ઇન્ટરનેશનલ એસોસિએશનના સ્થાપક અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે રામાજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એટલુંજ નહીં ૨૦૨૧ માં તેમણે વિશ્વવ્યાપી હોસ્પિટાલિટી સહકાર અંગેની માહિતીના આદાનપ્રદાન માટે HFTP ઇન્ડિયા ચેપ્ટરની સ્થાપના પણ કરી
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
