<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

‘બર્થરાઇટ સિટિઝનશીપ' : ટ્રમ્‍પને કોર્ટની ફટકાર : આદેશ પર સ્‍ટે

અમેરિકામાં જન્‍મેલા બાળકોને મળતી રહેશે નાગરિકતા : કોર્ટે ટ્રમ્‍પના આદેશ પર લગાવી રોક જન્‍મના આધારે અમેરિકાની નાગરિકતા આપતા કાયદાને ટ્રમ્‍પને રદ કર્યો હતો : કોર્ટે આને ગણાવ્‍યું ગેરબંધારણીય

વોશીંગ્‍ટન, તા.૨૪: ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્‍પેઈન સમયે જ વચનો આપ્‍યા હતા કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને બહાર કરવામાં આવશે. આ માટે તેમણે કડક નિર્ણયો પણ લીધા. જેમાંથી એક હતો બર્થરાઈટ સિટિઝનશીપનો અધિકાર. જે હેઠળ અમેરિકામાં જન્‍મેલા બાળકોને જન્‍મજાત અમેરિકાની નાગરિકતા મળી જતી હતી. તેનાથી તેમના અપ્રવાસી માતા પિતાને પણ અમેરિકામાં રહેવામાં સરળતા રહેતી હતી. પરંતુ ટ્રમ્‍પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એક્‍ઝિકયુટીવ ઓર્ડર પાસ કર્યો કે આગામી ૩૦ દિવસ બાદ આ કાયદો ખતમ થઈ જશે. હવે અમેરિકી કોર્ટે ટ્રમ્‍પના આ બર્થરાઈટ સિટિઝનશીપ ખતમ કરવાના ઓર્ડર પર રોક લગાવી દીધી છે. અમેરિકાની એક કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સૌથી મોટો ઝટકો આપતાં બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ બનતાં જ ટ્રમ્‍પે આદેશને લગતા એક એક્‍ઝિકયૂટિવ ઓર્ડર પર હસ્‍તાક્ષર કરતાં અમેરિકામાં લાખો લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે નવા પ્રમુખ ટ્રમ્‍પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોની અમેરિકન નાગરિકતા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા-પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. જોકે કોર્ટે ટ્રમ્‍પના આદેશને સ્‍પષ્ટરૂપે ગેરબંધારણીય ગણાવી દેતાં તેના પર સ્‍ટે આપી દીધો હતો.

ટ્રમ્‍પે બર્થરાઈટ સિટિઝનશીપને ખતમ કરવાનો આદેશ આપ્‍યો હતો જેને કોર્ટે ગેરબંધારણીય ગણાવ્‍યો છે. કારણ કે આ આદેશ અમેરિકાના બંધારણના ૧૪માં સંસોધનનો ભંગ કરે છે. ટ્રમ્‍પનો આ એક્‍ઝીકયુટિવ ઓર્ડર સાઈન કર્યા બાદ એવા લાખો પ્રવાસીઓ પર જોખમ તોળાઈ રહયું હતું જેમના માતા પિતા ભલે અમેરિકી નાગરિક નહતા પરંતુ તેમને અમેરિકામાં જન્‍મ થવાના કારણે નાગરિકતા મળેલી હતી. કોર્ટે કહ્‍યું કે આ મારા દિમાગને હચમચાવી દે છે. આ સ્‍પષ્ટ રીતે ગેરબંધારણીય આદેશ છે.

બર્થરાઈટ સિટિઝનશીપવાળા મામલે ટ્રમ્‍પના નિર્ણય વિરુદ્ધ ડેમોક્રેટ્‍સના નેતળત્‍વવાળા ચાર રાજ્‍યોએ કોર્ટના દરવાજા ખખડાવ્‍યા હતા. આ કેસની સુનાવણી બાદ યુએસ ડિસ્‍ટ્રિક્‍ટ જજ જ્‍હોન કોફનરે ટ્રમ્‍પના આ આદેશ પર અસ્‍થાયી રીતે રોક લગાવી દીધી છે.

ટ્રમ્‍પે જે આદેશ આપ્‍યો હતો તે મુજબ ૨૦ ફેબ્રુઆરી બાદ જન્‍મ લેનારા બાળકોને અમેરિકાની નાગરિકતા ન મળત. તેના કારણે ગ્રીન કાર્ડ વગર અમેરિકામાં રહેતા પ્રવાસીઓ ભારે મુશ્‍કેલીમાં પડી જાત. ફેડરલ જજે આ આદેશ પર રોક લગાવીને અનેક પ્રવાસીઓને મોટી રાહત આપી છે. અત્રે જણાવવાનું કે ૨૦ જાન્‍યુઆરીના રોજ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને ત્‍યારબાદ તરત જ તેમણે બર્થરાઈટ સંબંધિત નાગરિકતાના નિયમોને સમાપ્‍ત કરવાનો આદેશ બહાર પાડયો હતો.

યુએસ ડિસ્‍ટ્રિક્‍ટ જજ જોન કોફેનરે, ચાર ડેમોક્રેટિક શાસિત રાજ્‍યોની અરજી પર વિચાર કરીને, ટ્રમ્‍પ વહીવટીતંત્રને આદેશ લાગુ કરવાથી અસ્‍થાયી રૂપે અવરોધિત કર્યો છે. ટ્રમ્‍પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતના પહેલા દિવસે ૨૦ જાન્‍યુઆરીએ આ આદેશ પર હસ્‍તાક્ષર કર્યા હતા.

ટ્રમ્‍પ રિપબ્‍લિકન પાર્ટીના છે. પોતાના શપથ ગ્રહણ પછી, તેમણે યુએસ એજન્‍સીઓને આદેશ આપ્‍યો કે તેઓ યુએસમાં જન્‍મેલા બાળકોને નાગરિકતા આપવાનો ઇનકાર કરે. તમને જણાવી દઈએ કે આ નાગરિકતા પ્રણાલી એવા બાળકો માટે હતી જેમના માતાપિતા ન તો અમેરિકન નાગરિક છે કે ન તો કાયદેસર કાયમી રહેવાસી છે.

‘‘મને સમજાતું નથી કે કોઈ વકીલ કેવી રીતે કહી શકે કે આ આદેશ બંધારણીય છે. તે મારી સમજની બહાર છે. આ સ્‍પષ્ટપણે ગેરબંધારણીય આદેશ છે,'' જસ્‍ટિસ કોગનૌરે આદેશ પર સ્‍ટે મૂકતા કહયું.

વોશિંગ્‍ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક શાસિત રાજ્‍યોએ દાવો કર્યો હતો કે ટ્રમ્‍પનો આદેશ યુએસ બંધારણના ૧૪મા સુધારા હેઠળ ગેરંટીકળત નાગરિકતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે અમેરિકામાં જન્‍મેલી કોઈપણ વ્‍યક્‍તિ આ દેશની નાગરિક છે.

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ખ્‍ઘ્‍ન્‍શ્‍), ઇમિગ્રન્‍ટ સંગઠનો અને એક ગર્ભવતી મહિલા દ્વારા ટ્રમ્‍પના આદેશ સામે દાવો દાખલ કરવામાં આવ્‍યો હતો. આ સાથે, શપથ લીધા પછી તરત જ ટ્રમ્‍પની મોટી ન્‍યાયિક લડાઈ શરૂ થઈ ગઈ છે. આ કેસોમાં ટ્રમ્‍પના આદેશને પડકારવામાં આવી રહ્‍યો છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે લગભગ ૧.૫ લાખ આવા બાળકોને અમેરિકામાં નાગરિકતા મળે છે.

‘‘રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ પાસે બંધારણીય અધિકારો છીનવી લેવાની સત્તા નથી,''  મેસેચ્‍યુસેટ્‍સ એટર્ની જનરલ એન્‍ડ્રીયા જોય કેમ્‍પબેલે એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

તમને એ પણ જણાવી દઈએ કે ટ્રમ્‍પના આ પ્રતિબંધના આદેશ પછી, ઘણા ભારતીય યુગલો અમેરિકન નાગરિકતા મેળવવા માટે ઉતાવળમાં અમેરિકામાં બાળકો પેદા કરવાની યોજના બનાવી રહ્‍યા હતા. ઘણા ભારતીય યુગલોએ ૨૦ ફેબ્રુઆરી પહેલા ડોક્‍ટરોનો સંપર્ક કર્યો અને સી-સેક્‍શન માટે હોસ્‍પિટલોમાં એપોઇન્‍ટમેન્‍ટ લીધી.

(10:57 AM IST)