<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

શપથ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા મહાકુંભ! એલન મસ્ક પણ સાથે જોડાયા : AIની તસવીરો વાયરલ

તસવીરમાં ટ્રમ્પે ભગવા કપડા પહેરેલા છે, માથે તિલક છે, ગળામાં ફુલોનો હાર છે અને બે હાથ અભિવાદનની મુદ્રામાં જોડેલા

નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કે મહા કુંભની મુલાકાત લીધી હોય તેવી AI તસવીરો વાયરલ થઇ છે

AIએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્કની મહાકુંભના મેળાની મુલાકાતની તસ્વીરો કંઇક એવી બનાવી છે કે જે જોઇને ભલભલા ચકિત થઇ જાય એમ જ લાગે કે બન્ને મહાનુભવો વાસ્તવિકતમાં જાણે મહાકુંભની મુલાકાત લેવા આવ્યા હોય

એક તસવીરમાં ટ્રમ્પે ભગવા કપડા પહેરેલા છે, માથે તિલક છે, ગળામાં ફુલોનો હાર છે અને બે હાથ અભિવાદનની મુદ્રામાં જોડેલા છે.

AIએ બનાવેલી અન્ય એક ઇમેજમાં ટ્રમ્પ પંડિત પાસે માથે તિલક લગાવડાવતા જોવા મળે છે

ટ્રમ્પની સાથે તેમના પરિવારના લોકોની પણ કુંભમેળાની મુલાકાત લેતી તસવીરો AIએ બનાવી છે.

ટ્રમ્પની સાથે ઇલોન મસ્કની પણ મહાકુંભ મેળાની મુલાકાતની AI ઇમેજ વાયરલ થઇ છે, જેમાં મસ્ક ત્રિશુલ સાથે જોવા મળે છે

(11:35 AM IST)