તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
૨૦ નકસલીઓનો ખાત્મો
મોટી માત્રામાં હથિયારો જપ્ત : અમિત શાહે કરી પ્રશંસા : ડ્રોન દ્વારા સમીક્ષાઃ છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી સફળતા : ૧ કરોડના ઇનામી સહિત ૨૦ નકસલીઠાર

નવી દિલ્હી, તા.૨૧: છત્તીસગઢના ગારિયાબંધમાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહયું છે. અત્યાર સુધીમાં કુલ ૨૦ નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહયું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં ઓડિશા રાજ્ય નક્સલીઓના વડા જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એક્રાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયાના પણ સમાચાર છે.
અમિત શાહે સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓની પણ પ્રશંસા કરી છે, તેમણે લખ્યું છે કે, નક્સલવાદને બીજો મોટો ફટકો, આપણા સુરક્ષા દળોએ નક્સલમુક્ત ભારત બનાવવાની દિશામાં મોટી સફળતા મેળવી છે, ઓડિશા-છત્તીસગઢ પર CRPF, SOG ઓડિશા અને છત્તીસગઢ પોલીસ સરહદ સંયુક્ત કાર્યવાહીમાં, ૧૪ નક્સલીઓ માર્યા ગયા. નક્સલ મુક્ત ભારત માટેના અમારા સંકલ્પ અને અમારા સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોને કારણે, આજે નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહયો છે.
ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન, બે નક્સલીઓના મળતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. રાયપુર ઝોનના આઈજી અમરેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, આજે સૈનિકોએ ૨૦ નક્સલીઓના મળતદેહ બહાર કાઢયા છે. ઘટનાસ્થળેથી AK 47, SLR, INSAS સહિત ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૈનિકોની શોધખોળ કામગીરી ચાલુ છે.
એવું કહેવામાં આવી રહયું છે કે એક્રાઉન્ટર દરમિયાન એક સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થયો હતો, જેને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન (ઓડિશા-છત્તીસગઢ સુરક્ષા દળો) માં, લગભગ ૧ હજાર સૈનિકોએ બંને રાજ્યોની સરહદો પર નક્સલવાદીઓને ઘેરી લીધા હતા.
માહિતી અનુસાર, છત્તીસગઢ અને ઓડિશા સુરક્ષા દળોની કુલ ૧૦ ટીમો નક્સલવાદીઓ સામે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. શોધખોળ દરમિયાન નક્સલીઓના વધુ મળતદેહ મળવાની શકયતા છે. માર્યા ગયેલા નક્સલીઓના મળતદેહોની ઓળખ હાલમાં કરવામાં આવી રહી છે.
છેલ્લા ૩૬ કલાકથી એસઆરસીએચ ઓપરેશન લી રહયું છે, આખા જંગલ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે અહીં ૬૦ થી વધુ નક્સલીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે. જેના માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓના મળત્યુઆંકમાં વધુ વધારો થઈ શકે છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
