<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

મુંબઈની બાંદ્રા પોલીસ પહોંચી લીલાવતી હોસ્પિટલ: અભિનેતા સૈફઅલી ખાનનું લઇ શકે નિવેદન

મુંબઈની બાંદ્રા પોલીસ એક્ટર સૈફ અલી ખાનનું નિવેદન લેવા લિવલ્ટી હોસ્પિટલ પહોંચી છે. 16 જાન્યુઆરીની રાત્રે થયેલા હુમલા બાદ સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. જો કે, ડીસીપીએ કહ્યું છે કે પોલીસ અન્ય કેસ અંગે લીલાવતી હોસ્પિટલમાં ગઈ છે. જ્યારે સૈફ અલી ખાન સ્વસ્થ થઈ જશે ત્યારે તેનું નિવેદન નોંધવામાં આવશે.

  દરમિયાન આજે બપોરે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન લઇ ગયા છે. તેની પૂછપરછ ચાલુ છે.

(8:49 PM IST)