તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
૩૧ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર : ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે
રાષ્ટ્રપતિ ૩૧ જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધશે : સત્રનો પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિલ સુધી ચાલશે

નવી દિલ્હી, તા.૧૮ : દેશમાં સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૩૧ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે સંસદના બંને ગળહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગળહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગળહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે ૫ ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ૩ ફેબ્રુઆરીથી શરૂ થશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
