તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ: 12 નક્સલીઓને ઠાર કરાયા :ગોળીબાર હજુ ચાલુ
બીજાપુર જિલ્લાના ઉસૂર બ્લોકના પૂજારી કાંકેર અને મારુધબાકાના જંગલોમાં નક્સલવાદીઓ સામે એક મોટું ઓપરેશન

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ઉસૂર બ્લોકના પૂજારી કાંકેર અને મારુધબાકાના જંગલોમાં સુરક્ષા કર્મચારીઓ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર માર્યા છે.
બીજાપુર અને તેલંગાણાની સરહદ પર આવેલા ત્રણ જિલ્લાઓમાં સૈનિકો નક્સલવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચલાવી રહ્યા છે. ગુરુવારે, સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી માટે નીકળી હતી.
દક્ષિણ બીજાપુરના જંગલોમાં સવારે 9 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો. અધિકારીએ જણાવ્યું હતું કે હજુ પણ વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
