તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
હરિયાણામાં ઠંડીથી બે ના મોતઃ ગાઝિયાબાદ જિલ્લામાં પ્રાઇમરી સ્કુલો શનિવાર સુધી બંધ
શરદી અને ઉધરસથી મળત્યુઃ ૨૦ થી વધુ રાજ્યોમાં વરસાદ-ધુમ્મસ-કોલ્ડવેવનું એલર્ટ

નવી દિલ્હી, તા. ૧પ : આજે દિલ્હી-ફઘ્ય્માં ઠંડીના મોજાએ ઠંડીમાં વધારો કર્યો છે. તડકો હોવા છતાં ઠંડા પવનોએ લોકોને પરેશાન કર્યા છે. રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં પણ શીત લહેર જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ સૂર્ય ચમકતો ગયો. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ધુમ્મસ છે અને કેટલીક જગ્યાએ શીત લહેર ચાલી રહી છે. કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો હતો.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
